Satya Tv News

છેલ્લા બે વર્ષથી કોરોનાનું સંકટ ઘેરાયેલુ હોવાથી ગુજરાત હાઇકોર્ટની ઓફલાઇન કામગીરી બંધ કરવામાં આવી હતી.

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. જેને લઇને સરકાર દ્વારા કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. તે અંતર્ગત હવે આજથી ગુજરાત હાઈકોર્ટમાં ઓફલાઇન સુનાવણી શરુ થઇ છે. કોરોનાના કારણે 10 જાન્યુઆરીથી ઓફલાઇન સુનાવણી બંધ કરવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટની કામગીરી ચાલતી હતી. હવે કોર્ટ પહેલાની જેમ ફરી શરુ થતા વકીલોમાં ખુશી જોવા મળી રહી છે.

જો કે કોરોનાની ત્રીજી લહેરમાં 10 જાન્યુઆરીથી ગુજરાત હાઇકોર્ટની કામગીરી ફરી વર્ચ્યુલી શરુ કરવામાં આવી હતી. વકીલો અને પક્ષકારોની હાઇકોર્ટમાં એન્ટ્રી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. જો કે હવે કોરોનાની ત્રીજી લહેર શાંત થઇ છે. જેના પગલે રાજ્ય સરકારે કોરોનાની નવી ગાઇડલાઇનમાં પ્રતિબંધો હળવા કર્યા છે. જે અંતર્ગત હવે ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરુ કરવામાં આવશે.

હવે કોર્ટમાં વકીલ અને પક્ષકારો તમામને એન્ટ્રી આપવામાં આવે છે. જો કે કોરોના SOP સાથે જ હાઇકોર્ટમાં કામગીરી કરવામાં આવશે. કોરોના પહેલા જે રીતે કોર્ટમાં કામગીરી ચાલતી હતી તે જ રીતે હવે કોર્ટમાં કામગીરી શરુ થઇ છે. વકીલો હવે સુનાવણીમાં દલીલો પ્રત્યક્ષ રીતે રજુ કરી શકશે. હવે હાઇકોર્ટમાં ન્યાય કામગીરીમાં ઝડપ આવી શકે છે. ત્યારે હવે કોર્ટ પહેલાની જેમ ફરી શરુ થતા વકીલોમાં ખુશી જોવા મળી રહી છે.

error: