Satya Tv News

સાગબારા તાલુકામાં દેવમોગરા ગામે આદિવાસીઓની કુળદેવી યાહામોગી માતાનું મંદિર આવેલ છે. દેવમોગરા ખાતે ભરાતા મહાશિવરાત્રીના મેળાનું આદિવાસી સમાજમાં ખુબજ મહત્વ છે. આદિવાસી સમાજની સંસ્કૃતિ, રીત-રિવાજ પ્રમાણે નૈવેધ, હિજારી ચઢાવવી વગેરે પ્રથાથી આદિવાસી સમાજ પોતની રીત રીવાજ પ્રમાણે પોતાની વર્ષો જૂની પરંપરા, સંસ્કૃતિ જાળવી રાખેલ છે. જેથી આ મેળાની પરમીશન આપવામાં આવે એવી ભલામણ ડેડિયાપાડા સાગબારાના ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીને કારણે મહાશિવરાત્રી નિમિતે દેવમોગરા ખાતે ભરાતો મેળો છેલ્લા બે વર્ષથી બંધ છે. ત્યારે હવે મહામારી ઓછી થતા અને સરકાર દ્વારા તમામ નિયંત્રણો દૂર કરવામાં આવતા મેળા ચાલુ કરવાની પરમીશન આપવામાં આવે તેવી માગ કરી છે

error: