Satya Tv News

તા. ૧૯-૨-૨૦૨૨ ને શનિવારના રોજ સન પ્લાઝા, કંથારિયા રોડ, ભરુચ ખાતે WBVF માઇન્ડકેર ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજીત મમતા રીહેબ સેન્ટરનુ ઉદ્ઘાટન સફીયા નામની મનો દીવ્યાંગ બાળકી દ્વારા કરવામાં આવ્યું. See the ability not Disabilityની tag line ધરાવતા આ સેન્ટરમા અત્યાધુનિક સાધનો વડે વિવિધ પ્રકારની મનો-દીવ્યાંગતા ધરાવતા બાળકોને વિના મૂલ્યે સ્પેશિયલ ટ્રેનર્સ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે. આ સેન્ટરમા હાલ પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલુ છે. ભરુચ અને તેની આજુબાજુના વિસ્તારના વિવિધ મનો-દીવ્યાંગતા જેવી કે ઓટીઝમ, સેરેબલ પાલ્સી, ડાઉન સિન્ડ્રોમ, શીખવાની અક્ષમતા ધરાવતા બાળકો માટે આ આધુનિક રીહેબ સેન્ટર એક આશીર્વાદરુપ બની રહેશે.
આ જ દિવસે ધી WBVF બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી અને નાગરિક સુવિધા કેન્દ્રને પણ WBVF ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા ખુલ્લું મુકવામા આવ્યું હતું.


આ ઉપરાંત તા.૨૦-૨-૨૦૨૨ના રોજ વેલ્ફેર હોસ્પિટલના ઓડીટોરીયમમા WBVF ની શિક્ષણસમિતિ દ્વારા કોમર્સ ચેમ્પિયનશીપ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં કોમર્સ પ્રવાહની લેવામા આવેલ પ્રતિયોગીતા માં ૧ થી ૩ નંબર પર આવેલ વિદ્યાર્થીઓને રોકડ ઇનામ, પ્રમાણપત્ર અને ટ્રોફી અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અન્ય ઉપસ્થિત વિદ્યાર્થીઓને પારુલ યુનિવર્સિટીના લો ફેકલ્ટીના પ્રોફેસર શ્રી અકીલ સૈયદ, I I M,ઇંડોરના વિદ્યાર્થી શ્રી બુટવાલા હતીમ અને ગુજરાત હાઇકોર્ટના નામાંકિત એડવોકેટ શ્રી મુહમ્મદ ઇસા હકીમ દ્વારા માહિતીસભર વક્તવ્યો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વિડિઓ જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: