Satya Tv News

રાજપીપલા ખાતે જિલ્લા કક્ષાનું વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ ઓનલાઈન પ્રદર્શન યોજાયું

પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ની કુલ 41 શાળાઓએ ભાગ લીધો

કોરોના ને કારણે સીડી અને વિડીયો મંગાવી ઓનલાઇન મૂલ્યાંકન

પાંચ વિભાગોમાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું


જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,રાજપીપળા ડાયેટ આયોજિત જિલ્લા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ ઓનલાઈન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું


કોરોનાની પરિસ્થિતિને કારણે આ વર્ષે પણ જાહેર પ્રદર્શન યોજી શકાયા નહોતા. જેના વિકલ્પમા વિડિઓ મંગાવી ઓનલાઇન મૂલ્યાંકન કરવામાં આવ્યુંહતું.જેમાં પ્રાથમિક શાળાઓમાંથી કૂલ 26 સ્કૂલો અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી 15 સ્કૂલો મળીને જિલ્લાની કુલ ૪૧ સ્કૂલોએ ભાગ લીધો હતો.આ અંગે બિરસા મુંડા યુનિવર્સિટીના સ્કૂલ ઓફ સાયન્સ ના પ્રાધ્યાપક તેમજ આઆર્ટ્સ એન્સ સાયન્સ કોલેજના પ્રાધ્યાપકો, સ્ત્રી આધ્યાપન મન્દિરના પ્રિન્સિપાલ તથા ડાયેટનાપ્રધ્યાપક તેમજ જાણીતા વિદ્વાન લેખક દીપક જગતાપ સાથે ડો. મનીષ ચૌધરી, ડો હર્ષદ પટેલ,ડો.દેવેન્દ્ર સોલંકી કાંતિ મકવાણા તથા ડોક્ટર દિવ્યેશ પટૅલ, ડો. દિનેશ પ્રજાપતિ, છત્રસિંહ વસાવા તેમજ અલ્પાબેન પરમારે નિર્ણાયક તરીકે સેવા આપીને મૂલ્યાંકન કર્યું હતુંજેમાં વિજ્ઞાન સલાહકાર રોબિન્સન ભગતના જણાવ્યા અનુસારકુલ પાંચ વિભાગમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું જેમાં ઇકો ફ્રેન્ડલી, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, સોફ્ટવેર અનેએપ્સ,પરિવહન, વાયુ પરિવર્તન અને ગાણિતિક નમૂનાઓ એમ પાંચ વિભાગમા પ્રદર્શન યોજાયું હતું.જેમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ વિજેતા શ્રેષ્ઠ કૃતિ ને રાજયકક્ષાએ મોકલવામાં આવશે.ગણિત વિજ્ઞાન પ્રદર્શનના માધ્યમથી બાળ વૈજ્ઞાનિકો માં ગણિત-વિજ્ઞાન પ્રત્યે રસ-રુચિ જાગે અને શોધ સંશોધન કરે તે દિશામાં આગળ વધે તે માટે ગણિત વિજ્ઞાન પ્રદર્શન ઉત્તમ માધ્યમ હોવાનું ડાયેટના પ્રચાર્ય એમ જી શેખે જણાવ્યું હતું.

વિડિઓ જર્નાલિસ્ટ દિપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: