Satya Tv News

બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડ ખાતે શ્રી વી. બી દયાસા ,રિઝનલ ડાયરેકટર, બાયફ, પુણેના અધ્યક્ષ સ્થાને યોજાય, જેમાં ડૉ. સી. કે. ટીમ્બડીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીથી ઉપસ્થિત રહયા હતા.
શરૂ આતમા કે.વી. કેના વડા શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા સર્વે મહેમાનો ને આવકાર્યા હતા અને ગત વર્ષે યોજાયેલ વૈજ્ઞાનીક સલાહકાર સમિતિના એક્શન ટેકન રિપોર્ટ રજુ કર્યો હતો તેમજ વર્ષ ૨૦૨૧-૨૨ નો વિવિઘ વિષય નિષ્ણાંતો દ્વારા પ્રગતિ અહેવાલ તેમજ વર્ષ ૨૦૨૨-૨૩નો આયોજન અહેવાલ રજુ કર્યો હતો તેમજ કે.વી.કે ફાર્મ નો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. આ મીટિંગના અધ્યક્ષ શ્રી વી.બી.દયાસા અને ડૉ. સી. કે. ટીમ્બડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કામગીરીની સમીક્ષા કરી અને કેવિકેની કામગીરીને બિરદાવી અને કે.વી. કે ના નિષ્ણાતોને ખેતીમાં ખેડુતોને ઉપયોગી બની અને કેવિકેની વિવિઘ પ્રવૃત્તિઓમાં જોડી ઉપયોગી થવા જણાવ્યું હતું. આ મિટિંગમાં ખારાશ સંશોધન કેન્દ્રમાંથી, ડૉ. અનીલ ચિચમાલતપુરે, જિલ્લા ખેતવાડી અધિકારી, શ્રી જીગરભાઈ ભટ્ટ, આત્મા પ્રોજેકટ ડાયરેકટર શ્રી પી. એસ. રાંક , કે.વી. કે દેડીયાપાડાના વડા ડૉ.પી.ડી.વર્મા તેમજ કૃષિ યુનિવર્સિટી માંથી બાગાયત, એગ્રોનોમી, અને પશુપાલન વિભાગ માંથી કૃષિ વૈજ્ઞાનિકો,જિલ્લા બાગાયત કચેરીમાંથી બાગાયત અધિકારી તેમજ પ્રગતિશીલ ખેડૂત મિત્રો પણ ઊપસ્થિત રહયા હતા

વિડિઓ જર્નાલિસ્ટ મીતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ

error: