Satya Tv News

સ્થાનિકોનો આરોપ છે કે આ ફિલ્મને કારણે તેમનો વિસ્તાર બદનામ થઈ રહ્યો છે

સંજય લીલા ભણસાલીની અપકમિંગ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થાય તે પહેલાં વિવાદોમાં ઘેરાઈ છે. ફિલ્મમાં કમાઠીપુરાના લોકોએ અને સ્થાનિક MLAએ આપત્તિ દર્શાવી છે. તેમણે બોમ્બે હાઈકોર્ટનો દ્વાર ખખડાવ્યો છે.

આલિયા ભટ્ટની આ ફિલ્મમાં કમાઠીપુરા શબ્દનો ઉપયોગ કરવા પર સ્થાનિકોને આપત્તિ છે. સ્થાનિકો અને MLA અમીન પટેલે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેમની માગ છે કે, મેકર્સ ફિલ્મમાંથી કમાઠીપુરા શબ્દ દૂર કરવામા આવે. આ અરજી પર હાઈકોર્ટ બુધવારે સુનાવણી કરશે. કમાઠીપુરાના લોકોનો આરોપ છે કે તેમનો વિસ્તાર બદનામ થઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે, સ્થાનિક લોકો ફિલ્મ બૅન કરવાની માગ કરી રહ્યા છે.

ગંગુબાઈના દીકરા બાબુરાવજી શાહે જણાવ્યું હતું કે, ‘ફિલ્મમાં મારી માતાને પ્રોસ્ટિટ્યૂટ બનાવી દેવામાં આવી છે. હવે લોકો તેમના વિશે અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે. આ વાતો અમારી ફેમિલીને દુ:ખી કરી રહી છે. બીજી તરફ ગંગુબાઈની પૌત્રી ભારતીએ કહ્યું કે, ફિલ્મના મેકર્સે પૈસાની લાલચમાં આવીને મારા પરિવારને ડી-ફેમ કર્યો છે. મેકર્સે ફિલ્મ બનાવવા માટે પરિવારની સંમતિ પણ લીધી નથી અને કોઈ અમારી પાસે પણ નથી આવ્યું.

આ ફિલ્મ સંજય લીલા ભણસાલીએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં આલિયા સિવાય અજય દેવગણ, વિજય રાજ અને સીમા પાહવા પણ લીડ રોલમાં છે. આ મૂવી હુસૈન ઝેદીનાં પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ની સ્ટોરીનું અડોપ્શન છે. ફિલ્મનું ટ્રેલર 4 ફેબ્રુઆરીએ રિલીઝ થયું હતું. અત્યાર સુધી મૂવીના ઘણા સોન્ગ્સ પણ રિલીઝ થયા છે.

error: