Satya Tv News

આઇપીએલ-2022માં ભાગ લેતા પહેલા ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ ચોથી માર્ચથી સુરતમાં પ્રેક્ટિસ કરવા માટે આવશે. આઈપીએલની શરૂઆત 2જી એપ્રિલથી શરૂ થઈ રહી છે ત્યારે ચેન્નાઇએ પ્રેક્ટિસ માટે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની પસંદગી કરી છે. 4 માર્ચે સુરત પહોંચ્યા બાદ ચેન્નાઈની ટીમ 4 દિવસ ક્વોરન્ટાઇન રહેશે અને ત્યારબાદ બાયો બબલમાં પ્રેક્ટિસ કરશે. ઉલ્લેખનીય છે કે IPLની કેટલીક મેચો અમદાવાદ અને મુંબઈના મેદાન પર રમાશે. જ્યાંની પિચો લાલ માટીમાંથી તૈયાર કરાતી હોય છે.

સુરતમાં પણ પિચો લાલ માટીમાંથી તૈયાર કરાતી હોવાથી ચેન્નાઈની ટીમે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની પસંદગી કરી છે. ચેન્નાઈની લગભગ 40 સભ્યોની ટીમ સુરતમાં આવશે.

રવીન્દ્ર જાડેજા, દીપક ચહર, ધોની (સી), મોઈન અલી, અંબાતી રાયડુ, રુતુરાજ ગાયકવાડ, બ્રાવો, શિવમ દુબે, ક્રિસ જોર્ડન, ઉથપ્પા, મિચેલ સેન્ટનર, એડમ મિલ્ને, હેંગારગેકર, પ્રશાંત સોલંકી, કોનવે, મહીશ થીક્ષ્ણા, પ્રિટોરિયસ , કે. ભગત વર્મા, સિમરજીત સિંઘ , એન. જગદીસન, સી. હરિ નિશાંત અને તુષાર દેશપાંડે સહિતના ખેલાડી ટીમમાં સામેલ છે.

error: