Satya Tv News

“નોંધારાનો આધાર” અને વંચિતોના વિકાસને વરેલા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી આજથી પ્રારંભાયેલા “ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨” ના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, પૂર્વ ધારાસભ્યશ્રી મોતિસિંહ વસાવા, જિલ્લા કલેકટરશ્રી ડી. એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ, ભરૂચ દૂદધારા અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે.પટેલ સહિત અધિકારીશ્રીઓ અને લાભાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં રાજપીપલાની શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાનો “ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨” ના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.

મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં “સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસના” સુત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યાં છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અનેકવિધ જનકલ્યાણલક્ષી નિર્ણયો લઈને વિકાસ સાધવાની સાથે રાજ્ય સરકારશ્રીએ તા.૨૪,૨૫ અને તા.૨૬ એમ ત્રિદિવસીય ગરીબ કલ્યાણ મેળા થકી જરીયાતમંદ લાભાર્થીઓને વિવિધ વિભાગોની યોજનાઓના લાભો આપીને લાભાન્વિત કરવાની સાથે રોજગારી મેળવીને આત્મનિર્ભર બને તે દિશાના પ્રયાસો હાથ ધર્યાં છે.
મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી, જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે “નોંધારાનો આધાર” બનેલી ગુજરાત સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલમ યોજના, ખેતીવાડી વિભાગની એજીઆર -૫૦ યોજના અને સૂર્ય પ્રકાશ યોજના, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ અનુસૂચિત જાતિ કલ્યાણની માનવ ગરિમા યોજના, આદિજાતિ વિકાસ વિભાગની માનવ ગરિમા યોજના અને સરસ્વતી સાધના, આરોગ્ય વિભાગની પી.એમ.જે.એ.વાય. યોજના, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ વિકસતી જાતિની સરસ્વતી સાધના સહિત વિવિધ યોજનાના જિલ્લાના ૫૩૧ જેટલા લાભાર્થીઓને અંદાજે કુલ રૂા. ૩.૨૮ કરોડથી વધુના વિવિધ સાધન સામગ્રીના એસેટ/ચેક એનાયત કરાંયા હતાં. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રતિકાત્મક ત્રણ જેટલી વાનોને લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવાયું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કિરણભાઈ વસાવા, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ વસાવા, શ્રી વિક્રમભાઇ તડવી અને શ્રીમતી ભારતીબેન તડવી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: