રશિયા યુક્રેન હુમલાની ઘટનામાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા
ભરૂચની આયશા શેખે ભારત સરકાર પાસે મદદ માંગતો વિડીયો વતનમાં મોકલ્યો
એર ઇન્ડિયાની ફ્લાઇટ યુક્રેન પહોંચે તે પહેલા યુદ્ધ ફાટી નીકળ્યું
કીવમાં અનેક વિદ્યાર્થીઓ ફસાયા
યુક્રેન ઉપર રશિયાના હુમલાની ઘટના બાદ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચ્યો છે. ત્યારે અનેક ભારતીય વિધાર્થીઓ યુક્રેન ફસાતા ભરૂચની આયશા શેખે ભારત સરકાર પાસે મદદ માંગતો વિડીયો વતનમાં મોકલ્યો હતો. અને સરકાર પાસે મદદની બુહાર લગાવી હતી.
યુક્રેન ઉપર રશિયાના હુમલાની ઘટના બાદ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચ્યો છે. આજે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ઘણા વિદ્યાર્થીઓની વતનવાપસી થવાની હતી પરંતુ એર ઇન્ડિયાની ફલાઇટ યુક્રેન પહોંચે તે પહેલાજ યુદ્ધ છેડાઈ જતા આ વિદ્યાર્થીઓ ફસાઈ ગયાછે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુદ્ધની ભયાવહ સ્થિતિ વચ્ચે મદદનો ઇંતેજાર કરી રહ્યા છે.
આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીનો આદેશ આપતા યુક્રેન ઉપર ભારે મિસાઈલ અને બૉમ્બ એટેક થઇ રહ્યા છે. તણાવગ્રસ્ત સ્થિતિ વચ્ચે અનેક ભારતીયોને પરત લાવવા પ્રયાસ શરૂ કરાયા હતા. ભારતના ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. યુક્રેનમાં કિવ ટર્નઓપીલ અને કિનિકસમાં મોટી સનાકહ્વામાં ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલની બેચલર ડિગ્રી માટે અભ્યાસ કરે છે.
ભારત સરકારના ભારતીય વિદ્યાર્થીઓને પરત દેશમાં લાવવા માટે એર ઇન્ડિયાની ફલાઇટ રવાના કરવાનું આયોજન હતું. અનેક વિદ્યાર્થીઓ આજે ભારત માટે રવાના થવાના હતા. કિવ એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફલાઈટના ઈન્તેજારમાં એકત્રિત થયા હતા જે ઘરે પરત ફરવા માટે આશાસ્પદ હતા. જોકે એર ઇન્ડિયાની ફલાઇટ યુક્રેન પહોંચે તે પહેલાજ રશિયાની મિસાઈલ અને બોમ્બના હુમલા શરૂ થતા આ વિદ્યાર્થીઓ આશ્રયસ્થાનોમાં પરત ફર્યા હતા. જેઓને સતત જીવનું જોખમ સતાવીઓ રહ્યું છે.
ભરૂચની આયશા શેખે એક વિડીયો બનાવી તેના પરિવારને મોકલ્યો છે. આ વીડિયોમાં આયશાએ ભયાવહ સ્થિતિ વર્ણવી છે. આયશા હાલ ટર્નઓપીલમાં છે . આયશા જણાવી રહી છે કે ઘણા સમયથી વિદ્યાર્થીઓ યુનિવર્સીટી અને એમ્બેસીને ભારત પરત મોકલવા વિનંતી કરતા રહ્યા હતા પણ કોઈ ધ્યાન ન અપાયું. હવે સ્થિતિ ગંભીર છે સાયરન સતત આવી ગયા છે. સ્થિતિ ખરાવ છે મદદ માટે આ વિદ્યાર્થીની અપીલ કરી રહી છે. ઘણા વિધાર્થીઓ કીવમાં ફસાયા હોવાણીયુ તે જણાવી રહી છે.
યુક્રેનની સેનાના તમામ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે અને અહીં સતત ગોળીબાર ચાલુ છે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આમાં સૌથી વધુ નુકસાન ઓડેસાને થયું છે. રશિયા યુક્રેનના લશ્કરી માળખા પર હાઈટેક શસ્ત્રોથી હુમલો કરી રહ્યું છે. તે જ સમયે, રશિયન સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, તે યુક્રેનના શહેરો પર મિસાઇલ અથવા તોપખાનાથી હુમલો નહીં કરે. રશિયાના સૈન્ય ઓપરેશનથી નાગરિકોને કોઈ ખતરો નથી. જો કે, યુક્રેનના આંતરિક મંત્રાલયના જણાવ્યા અનુસાર, તાજેતરના રશિયન હુમલામાં કેટલાક લોકો માર્યા ગયા છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ