નેત્રંગ તાલુકાના થવા ગામની શિક્ષક દંપતી રંજન નાન્હાલાલ વસાવાની દિકરી દ્રષ્ટિ વસાવા ભારત તરફથી ઈટલીના રિટન એરેના શહેર ખાતે રમાઈ રહેલી 14મી આઈસ સ્ટ્રોક વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહી છે. જ્યાં ભારત દેશના ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાત રાજ્ય તરફથી બે પ્લેયરોએ ભાગ લીધો છે. સુરત શહેરના વિકાસ વર્મા તેમજ ભરુચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ગામની દ્રષ્ટિ વસાવા. એક આદિવાસી દીકરીની ટ્રાઇબલ વિસ્તારથી લઈ વર્લ્ડ ચેમ્પિયનશીપ સુધી સફર દેશની કરોડો દિકરીઓને પ્રેરણા પૂરી પાડી માઈલ સ્ટોન બનશે.
ભારત દેશના ઈતિહાસ પ્રથમ વાર વિન્ટરની રમતમાં કોઈએ ભાગ લીધો હોઈ એવું બન્યું છે. આઈસ સ્ટ્રોક રમતમાં સિનિયર ગર્લ દ્રષ્ટિ ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ગુજરાત અને ભારતની પ્રથમ સિનિયર પ્લેયર ગર્લ બની છે. હાલ ગુજરાતમાંથી વિકાસ વર્મા અને દ્રષ્ટિ વસાવા બે પ્લેયરોએ ગેમમાં ભાગ લીધો છે. જ્યાં વિકાસ વર્મા દ્રષ્ટિની રમતના કોચ તરીકે પણ ફરજ નિભાવી રહ્યાં છે.
આ રમતમાં ભારત તરફથી તેમાં પણ ખાસ કરીને ટ્રાયબલ વિસ્તારથી આવતી નાનકડા ગામની 22 વર્ષીય યુવતી દ્રષ્ટિ વસાવા એ બરફમાં રમાતી રમતમાં વિપરિત વાતાવરણ વચ્ચે સુરત શહેરના રોડ પર પ્રેક્ટીસ કરી હતી. હાલ ઈટલીનું તાપમાન 4 ડિગ્રી જેટલું હસે. ( આ લખાઈ રહ્યું છે બાદમાં ઈટલીનુ તાપમાન માઈન્સમાં પણ જતુ રહે એમાં નવાઈ નહી ) આમ, વિપતરીત વાતાવરણ અને મર્યાદિત સંસાધન સાથે પ્રેક્ટીસ કર્યા બાદ ભારતના જન્મુ – કાશ્મીરમાં આવેલાં ગુલમર્ગ ખાતે યોજાયેલી નેશનલ ચેમ્પિયન આઈસ સ્ટોક સ્પોર્ટસમાં બ્રોન્ઝ મેડલ જીતી પોતાનું દમખમ બતાવી દીધું હતું.
આઇસ સ્ટ્રોક વર્લ્ડ ચેમ્પિયનશિપમાં
ટાર્ગેટ અને લોન્ગ ડિસ્ટન્સ બન્નેમા દ્રષ્ટિ ભાગ લેશે. આ રમતમાં બે થ્રો વચ્ચે અંતર 30 મીટર જેટલું અંતર હોઈ છે. અને આઈસ સ્ટ્રોકનું વજન અંદાજે 6 થી 10 કિલોગ્રામ હોઈ છે. વિભાગ પ્રમાણે અપડેટ્સ આ રમત મા પણ હોઇ છે.
આપણે આશા રાખીએ આ આઇસ સ્ટ્રોક વર્લ્ડ ચેમ્પિયનશિપમાં થવાની દ્રષ્ટિ વસાવા અને સુરતના વિકાસ વર્મા ભારત માટે ગોલ્ડ મેડલ લાવી દેશ અને દુનિયામાં ભારતનો ત્રિરંગો લેહરાવી ગુજરાતનું નામ રોશન કરે
આઈસ સ્ટ્રોકની રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ગુજરાત અને ભારતની પ્રથમ સિનિયર ગર્લ દ્રષ્ટિ બની છે. આઇસ સ્ટ્રોક વર્લ્ડ ચેમ્પિયનશિપમાં
ટાર્ગેટ અને લોન્ગ ડિસ્ટન્સ બન્નેમા દ્રષ્ટિ ભાગ લેશે. જ્યાં બે થ્રો વચ્ચે કેટલુ અંતર 30 મીટર જેટલું અંતર હોઈ છે. અને આઈસ સ્ટ્રોકનું વજન અંદાજે 6 થી 10 કિલોગ્રામ હોય છે.
ઈટલી દેશ આઈસ સ્ટ્રોક વિશ્વ ચેમ્પિયનશિપનું હોસ્ટ બન્યું
છે. જ્યાં 22મી ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધીમાં વર્લ્ડ આઇશ સ્ટોકની ચેમ્પિયનશિપ યોજાઈ રહી છે. આ આઈસ સ્ટ્રોક વિશ્વ ચેમ્પિયનશિપમાં વિશ્વના કુલ 30 જેટલા દેશો યજમાની કરી રહ્યાં છે. જ્યાં ભારત દેશ તરફ થી 20 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જેમા ગુજરાત તરફથી ભરુચના નેત્રંગ ના થવા ગામની દ્રષ્ટિ તેમજ સૂરતના સીનીયર પ્લેયર વિકાસ વર્મા દ્રષ્ટિ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે.