Satya Tv News


અંકલેશ્વર GIDCની JP ગ્રૂપ ઓફ કંપનીમાં લાગી અચાનક આગ.

કંપનીના ઓફિસમાં અચાનક આગ લાગતા મચી દોડધામ

DPMCના ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટો આગ પર મેળવ્યો કાબુ.

ઘટનામાં આગનું કારણ હજી અંકબંધ.


અંકલેશ્વર GIDCની JP ગ્રુપ ઓફ ઈનડસ્ટ્રીઝની ઓફિસમાં ગત મોડી સાંજે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


અંકલેશ્વર ઉદ્યોગ નગરીમાં ફેબ્રઆરી મહિના અંદાજિત ચાર જેટલા ઉદ્યોગોમાં આગની ઘટના બની ચુકી છે. આ દરમિયાન અંકલેશ્વર GIDCની JP ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે કંપની સતાધીશો દ્વારા DMPC ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાયટરે ઘટના સ્થળે ત્વરિત અસરથી દોડી આવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યાં સદનશીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહિ સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. તો હજી પણ આગ લાગવાનું કારણ અંકબંધ રહેતા હિસાબી વર્ષના અંતે લાગેલ આગ અનેક સવાલો ઉભા કરી રહી છે.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: