અંકલેશ્વરમાં સામે આવી વધુ એક આગની ઘટના.
ને.હા. નંબર 48 પર બાકરોલ ઓવરબ્રિજ નીચે ગુરુકૃપા હોટેલમાં લાગી આગ.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હોટેલ સંચાલકનું અનુમાન
પાનોલી ફાયર વિભાગના જવાનોએ ગણતરીમાં કલાકમાં મેળવ્યો આગ પર કાબુ.
સદનસીબે ઘટનામાં કોઈ જાનહની નહીં.
અંકલેશ્વરના બાકરોલ ઓવર બ્રિજ નીચે સર્વિસ રોડ પર આવેલ ગરુકૃપા હોટેલમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર તાલુકામાં ઉદ્યોગ નગરી અંકલેશ્વરની JP ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીની ઓફિસમાં આગ લાગ્યા બાદ મોડી રાત્રે બાકરોલ ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પર આવેલ ગુરુકૃપા ગુજરાતી અને કાઠયાવાડી હોટેલમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. જેને લઇ હોટેલના સંચાલક જી.બી ડોબરીયા સહીત સ્ટાફ બહાર દોડી આવ્યા હતા. અને હોટેલના સંચાલક દ્વારા ફાયર વિભાગને જાણ કરી હતી. જોકે ફાયર વિભાગ આવે તે પહેલા હાટેલમાં રહેલ ગેસ સિલિન્ડર બોટલમાં બ્લાસ્ટ થતા અફરાતફરી સર્જાય હતી. જે બાદ પાનોલી ફાયટરની ટીમે ઘટના સ્થળે દોડી આવી ગણતરીના કલાકોમાં આગ પર કાબુ મેળવ્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર