Satya Tv News

સુરત શહેરમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ મૃત્યુમાં પણ ઘટાડો થયો છે. આજ રોજ શહેર-જિલ્લામાં 12 નવા કેસ નોંધાયા હતા. જ્યારે જિલ્લામાં એકનું પણ મોત થયું નથી.શહેરમાં એકપણ મોત થયું નથી. ઉપરાંત શહેરમાંથી 25 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. જેથી રિક્વરી રેટ વધીને 98 ટકાને પાર થયો છે.

સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 204923 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. કુલ 2237 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લાખથી વધુ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં 127થી વધુ એક્ટિવ કેસ છે.

શહેરમાં કોરોના વાયરસના ઘટી રહેલા કેસ વચ્ચે કોવિડ પોઝિટીવિટી રેટ ઘટીને 1 ટકાની નીચે જતો રહ્યો છે. હાલમાં કોવિડ પોઝિટીવિટી રેટ માત્ર 0.08 ટકા જ છે. જાન્યુઆરીમાં કોરોનાના કેસ પીક પર હતા ત્યારે પોઝિટીવિટી રેટ 15 ટકા પહોંચી ગયો હતો. છેલ્લા 40 દિવસમાં પોઝિટીવિટી રેટ ઘટીને 0.08 ટકા થઇ ગયો છે. દર 1 હજાર ટેસ્ટ સામે માત્ર 1 જ કેસ આવી રહ્યો છે. ત્રીજી લહેરમાં કોરોના પીક પર હતો ત્યારે રોજ 3 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા હતા. છેલ્લા અઠવાડિયાથી કેસ સિંગલ ડિઝિટમાં નોંધાઇ રહ્યા છે.

કોરોના કેસ ઘટવાની સાથે સાથે કોરોનામુક્ત થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્રણેય લહેરમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોમાંથી 2,02,559 લોકોએ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેમાંથી જિલ્લાના 42,171 લોકોનો સમાવેશ થાય છે.

સિવિલ હોસ્પિટલમાં દાખલ 5 દર્દીઓમાં 2 વેન્ટીલેટર પર, 1 ઓક્સિજન પર, 2 રૂમએર પર છે. જ્યારે સ્મીમેરમાં દાખલ 3 દર્દીઓમાં 1 વેન્ટીલેટર પર, 1 ઓક્સિજન પર અને 1 રૂમએર પર સારવાર લઈ રહ્યા છે.

error: