સુરતમા એક એવી વ્યક્તિ કે જેમણે 2 લાખ લોકોને કરાટે શીખવ્યા
સમગ્ર ભારતના બે લાખ લોકોને નિઃશુલ્ક ટ્રેનિંગ આપી
અનેક લોકોને નોકરી અપાવી પગભર કર્યા
સુરતમા રહેતા વ્યક્તિનું સરાહનીય કાર્ય
સુરતમાં વસતા એક વ્યક્તિ એ બે લાખ વ્યક્તિઓને કરાટેની નિઃશુલ્ક ટ્રેનિંગ આપી છે.જેમાં થી અનેક લોકો ને નોકરી અપાવી પગભર કર્યા છે.કોણ છે આ વ્યક્તિ આવો જાણીએ.
વર્તમાન સમયમાં નોકરીનું મહત્વ ખૂબ જ વધારે છે.ત્યારે આજે એક એવા વ્યક્તિની વાત કરવી છે કે,તે વ્યક્તિએ પોતાની આવડતથી લોકોનું સ્વાસ્થ્ય તો સુધાર્યું જ છે પરંતુ લોકોને ફ્રીમાં ટ્રેનીંગ આપીને તેમને નોકરી પણ અપાવી છે. આ વ્યક્તિનું નામ છે દેવેન્દ્ર કદમ અને તેઓ એક કરાટે ટ્રેનર છે.સુરતમાં રહેતા દેવેન્દ્ર કદમ વિશે જો વાત કરવામાં આવે તો તેને અત્યાર સુધીમાં બે લાખ કરતાં પણ વધારે બાળકોને કરાટેની ટ્રેનીંગ આપી છે અને એ પણ એક પણ રૂપિયો લીધા વગર મહત્વની વાત છે કે, કોઈ યુવકનું આર્મી,પોલીસ કે પછી નેવીમાં સિલેક્શન હોય અને પરીક્ષા આપવાનો હોય તો તેઓ આ યુવકોને પણ એક પણ રૂપિયો લીધા વગર ફ્રીમાં ટ્રેનિંગ આપે છે.દેવેન્દ્ર કદમ દ્વારા અત્યાર સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર,પંજાબ અને કાશ્મીર જેવા અલગ-અલગ રાજ્યોમાં જઇને પણ બાળકોને ફ્રીમાં ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમનો હેતુ છે કે, દેશની સરહદ પર સૈનિકો દેશને બાહ્ય રીતે મજબૂત કરી રહ્યા છે અને સુરક્ષા આપી રહ્યા છે. તેઓ હવે દેશને અંદરથી મજબૂત કરવા માટે યુવાનોને મજબૂત કરવાનું કામ કરશે કારણ કે, જો યુવાનો શારીરિક રીતે મજબૂત હશે તો દેશ પણ અંદરથી મજબૂત થશે.
વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત