Satya Tv News

રશિયાની મદદ માટે કરવામાં આવી ટ્વીટ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના ટ્વિટર એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા હતા. ટ્વિટર ઈન્ડિયા હેડ ઓફિસે હાલમાં એકાઉન્ટ બ્લોક કરી દીધું છે.

ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાનું ટ્વીટર એકાઉન્ટ હેક થઈ ગયુ છે. હેક થયા બાદ તેમના ટ્વીટર એકાઉન્ટથી એક બાદ એક યુક્રેન અને રશિયાની મદદથી જોડાયેલા ટ્વીટ કરવામાં આવ્યા. હેકર્સે સવારે તેમનું એકાઉન્ટ હેક કરતા એક ટ્વીટ કર્યુ. આ ટ્વીટમાં લખ્યું હતું સોરી મારૂ એકાઉન્ટ હેક થઈ ગયું. હેકર્સે પાછળથી પ્રોફાઈલનું નામ પણ બદલી નાખ્યું અને તેને ICG OWNS INDIA કરી દીધું. જોકે હવે તેમનું ટ્વિટર એકાઉન્ટ રિસ્ટોર કરી દેવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના ટ્વિટર એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા હતા. ટ્વિટર ઈન્ડિયા હેડ ઓફિસે હાલમાં એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. તે હેકર ક્યાંથી અને કોણ હતો તેની તપાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અધ્યક્ષનું ટ્વિટર એકાઉન્ટ છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈ અને દેશના અન્ય સ્થળોએથી લોગ ઈન કરવામાં આવ્યું હતું. આ ઘટના એ જ સમયે બની છે અને આ દરમિયાન આ એકાઉન્ટ હેક થઈ ગયું હતું.

હવે ભાજપ અધ્યક્ષના ટ્વીટર હેન્ડલ પર છેલ્લી ટ્વીટ 2 કલાક પહેલાની છે, જેમાં તેઓ ઉત્તરપ્રદેશના લોકોને 5માં તબક્કામાં મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે. આમાં તેમને લખ્યું છે કે આજે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કાની તમામ 61 બેઠકોના મતદારોને મારી અપીલ છે કે, તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને રાજ્યમાં મજબૂત સરકાર બનાવવા માટે તેમની ભૂમિકા ભજવે. પ્રથમ વખત મતદાન કરી રહેલા મતદારોને લોકશાહીને મજબૂત કરવા આગળ આવવા વિનંતી કરવામાં આવી છે.

error: