Satya Tv News

અત્રેની શ્રી ઠાકોરભાઇ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ જીનવાલા કેમ્પસ અંકલેશ્વરના રાષ્ટ્રીય સેવા યોજનાના સક્રિય સ્વયંસેવકોએ આજે પોલીયો રસીકરણમાં સક્રિય કામગીરી કરી હતી તેમને સ્ટેટ વેકસિનેક્ટર શ્રી રાજેશભાઈ ચૌધરીએ માર્ગદર્શિત કર્યા હતા. તેઓ સૌપ્રથમ ગોયા બજાર અર્બન હેલ્થ સેન્ટર પર એકત્રિત થયા હતા. ત્યારબાદ તેમને અલગ અલગ વિભાગમાં જૂથમાં વિકેન્દ્રિત કરી દેવામાં આવ્યા હતા. અગાઉ તેમને આપવામાં આવેલ તાલીમ અનુસાર પુરી કાળજીથી તેઓએ ઝીરો થી પાંચ વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા હતા. આ સ્વયંસેવકોના ચહેરા પર રાષ્ટ્ર સેવામાં સહભાગી બનવાનો અનેરો આનંદ વર્તાતો હતો. આ કામગીરીમાં રાહુલ વસાવા,યશ પ્રજાપતિ, સાફી શેખ,શાહિદ શેખ,દુર્ગેશ દેવાસી
પ્રિયાંશી પટેલ,રીયા રાઠોડ,સેવક પઢીયાર,ધર્મેશ પાટણવાડીયા,કુણાલ સુરતી,વિશાલ પટેલ,અસ્મિતા પટેલ,નેન્સી આચાર્ય ,દક્ષા વસાવા,રીંકલ પરમાર ,વિધિ પટેલ, દિગ્વિજય પટેલ,પરમાર હીના વગેરે વિદ્યાર્થીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી.

વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: