216 ભારતીય નાગરિકો સાથે આઠમી ઓપરેશન ગંગા ફ્લાઇટ બુડાપેસ્ટ, હંગેરીથી નવી દિલ્હી માટે રવાના થઈ છે. જ્યારે સાતમી ઇવેક્યુએશન ફ્લાઇટ સોમવારે રાત્રે 182 ભારતીયો સાથે બુકારેસ્ટથી પરત ફરવાની શરૂઆત કરી હતી.
એર ઈન્ડિયાની 9મી ફ્લાઈટ 218 ભારતીયોને લઈને બુકારેસ્ટથી રવાના થઈ, અત્યાર સુધીમાં 2000થી વધુ પરત ફર્યા
216 ભારતીય નાગરિકો સાથે આઠમી ઓપરેશન ગંગા ફ્લાઇટ બુડાપેસ્ટ, હંગેરીથી નવી દિલ્હી માટે રવાના થઈ છે. જ્યારે સાતમી ઇવેક્યુએશન ફ્લાઇટ સોમવારે રાત્રે 182 ભારતીયો સાથે બુકારેસ્ટથી પરત ફરવાની શરૂઆત કરી હતી.
ભારત સરકાર યુદ્ધગ્રસ્ત યુક્રેન માં ફસાયેલા તમામ ભારતીય નાગરિકોને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઓપરેશન ગંગા હેઠળ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 2000થી વધુ ભારતીયો વતન પરત ફર્યા છે. જો કે, મોટી સંખ્યામાં નાગરિકો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે અને ભારત પરત ફરવા માટે મદદની શોધમાં છે. આ દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું કે એર ઈન્ડિયાની 9મી ફ્લાઈટ બુકારેસ્ટથી નવી દિલ્હી માટે રવાના થઈ છે.