Satya Tv News

અંકલેશ્વરના ગડખોલ સીધેશ્વરી યુવા ગ્રુપ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો શુભારંભ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ કલ્પેશભાઈ પટેલ,ડેપ્યુટી સરપંચ રોહન પટેલ,ઈશ્વરભાઈ પટેલ,જયેશભાઈ પટેલ તથા ચીમનભાઈ પટેલ દ્વારા રીબીન કાપી કરવામાં આવ્યો હતો

આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રહેલી ક્રિકેટની ક્લાપ્રદર્શન તેમજ યુવાનોમાં પ્રેમભાવ તેમજ એકતા જારવાય રહે એ હેતુથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું

ટુર્નામેન્ટમાં ગામની 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં બજરંગ ઇલેવન અને ગડખોલ લાયન્સ ટિમ ફાઇનલ મા આવી હતી ભારે રસાકસી બાદ બજરંગ ઇલેવનનો વિજય થયો હતો

ટુર્નામેન્ટ ટ્રોફી વિતરણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ખુશાલભાઈ માસ્ટર, હસમુખ સાહેબ, ચીમનભાઈ પટેલ,છગનભાઇ પટેલ,જયેશભાઇ પટેલ,ઈશ્વરભાઈ પટેલ,પ્રફુલભાઈ પટેલ,હસમુખભાઈ પટેલ,ભગુભાઈ પટેલ, રમેશભાઈ પટેલ તેમજ ગામના વડીલો હજાર રહ્યા હતા

error: