Satya Tv News

પાસોદરામાં લોકોની હાજરી વચ્ચે ગ્રીષ્મા વેકરિયાની યુવતીની હત્યા કરનારા આરોપી ફેનિલ સામેના કેસ કાર્યવાહીની આજથી શરૂઆત થઈ હતી. પ્રોસિઝર ચાલુ થાય એ પહેલાં જ બચાવ પક્ષના વકીલ ઝમીર શેખ દ્વારા આરોપી માનસિક રીતે સ્થિર ન હોય સિવિલના માનસિક રોગના નિષ્ણાંત પાસે તપાસ કરાવવા માંગ કરી હતી. જો કે, સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાની દલીલ હતી કે, આરોપી શાતિર દિમાગ ધરાવે છે અને આ અરજી માત્ર ટ્રાયલ ડિલે કરવા માટે કરાઈ છે.

દલીલો બાદ કોર્ટે ન્યાયિક અધિકારીની હાજરી વચ્ચે આરોપીને પૂછાયેલાં 15 થી 20 જેટલાં સવાલોના આધારે આરોપી માસનિક રીતે અસ્થિર હોવાની બચાવ પક્ષની અરજી ફગાવી દીધી હતી. આ સાથે જ 4 ડોકટોરની સર અને ઉલટ તપાસ પણ લેવાઈ હતી. આગામી સુનાવણી ગુરુવારે થશે.

​​​​​​​ન્યાયિક અધિકારીએ આરોપીને કેબિનમાં લઇ જઇને 15 થી 20 જેટલાં સવાલો કર્યા હતા જેમાં તેનું નામ, અભ્યાસ, ખેતીની જમીન છે તો ક્યા પ્રકારની ખેતી થાય છે. પિતા શું કરે છે. પોતે શું કરે છે વગેરે. જેના જવાબમાં આરોપીએ કહ્યું કે, ખેતીની જમીન છે જે પિયતવાળી છે અને તેમાં કપાસની ખેતી થાય છે. જ્યારે પિતા રત્નકલાકાર છે.

બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખે દલીલ કરી કે આરોપી માનસિક રીતે અનસાઉન્ડ હોય તેને સારવારની જરૂર છે. સિવિલના તબીબનાે રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવે. તેણે નેટ પર એકે 47 શોધવાની કોશિષ કરી સ્વસ્થ માનવી આવું ન કરે, આવા માનસિક અસ્થિર મગજના વ્યક્તિની ટ્રાયલ ચાલી શકે નહીં.

ટ્રાયલ લંબાવવાનો પ્રયાસ છે. તેની કોઈ મેડિકલ ટ્રીટલમેન્ટ ચાલતી હોય એવા પેપર્સ પણ રજૂ કરાયા નથી. આરોપી 21 વર્ષનો છે, કોલેજના પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ પણ કર્યો છે. કોર્ટમાં રજૂ કરાયો ત્યારે તેણે ચાર્જફ્રેમના કાગળો વાંચી સહિ કરી હતી. સિવિલમાં સારવાર બાદ માનસિક રીતે સ્થિર હોવાનું સર્ટિફિકેટ પણ અપાયુ હતુ.

error: