અંકલેશ્વર પંથકમાં મહા શિવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાય.
અંકલેશ્વર નામ જેના પરથી પડ્યું એવા અંતરનાથ મહાદેવ મંદિરે જામી ભક્તિની ભીડ.
શિવાલયો હર હર મહાદેવમાં નાદથી ગુંજી ઉઠયા.
અંતરનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીએ મંદિરના કાર્યક્રમોની રૂપરેખા વર્ણવી.
અંકલેશ્વર નામ જેના નામ પરથી પડ્યું એવા અંતરનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જુવો આપ પણ શું છે મંદિરનું માહત્મ્ય અને કેવી રીતે અંકુર રાક્ષસના તપ અંકલેશ્વર સ્થાપિત થયું.
મહાવદ તેરસ મહાશિવરાત્રી નિમિત્તે અંકલેશ્વર શહેરના શિવ મંદિરોમાં ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે અંકલેશ્વરના અંતરનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો ભગવાન શિવની આરધાના કરી રહ્યા છે. જ્યાં ભગવાન શિવને દૂધ, જળ અને બીલીપત્ર અર્પણ કરી પૂજા-અર્ચના કરાય રહી છે.
એક લોકવાયકા પ્રમાણે અંકલેશ્વર શહેરનું ધાર્મિક મહાત્મ્ય ઘણું પૌરાણિક છે. વાયુ પુરાણ રેવાખંડ અધ્યાય 168માં જોવા મળતા વર્ણન અનુસાર, અંકુરેશ્વર નાયક પ્રાચીન તીર્થમાં રાવણના અનુજ કુંભકર્ણનો પુત્ર અંકુર નામે રાક્ષસ તપોસિદ્ધ થયો હતો. પ્રથમ ત્રેતાયુગમાં શિવજીની આરાધનામાં તત્પર એવા અંકુરે સીતાહરણ બાદ રાવણને ઠપકો આપ્યો હતો. જે રાવણથી સહન થયો નહીં અને અંકુરને દેશનિકાલ કર્યો હતો. પરિણામસ્વરૂપે દેશનિકાલ અવસ્થામાં પોતાના પુરોહિતને ભક્તિ યોગ્ય પવિત્ર સ્થળની પસંદગી અંગે પૂછતા તે અતિ પવિત્ર એવા રેવાજીના દક્ષિણ કિનારે આવેલા આ સ્થળે તપ કરવા સૂચન આપ્યું હતું.
અંકુરે પુરોહિતની આજ્ઞાને શિરોધાર્ય માની શિવજીની આરાધના કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા. વરદાન સ્વરૂપે નામની સંજ્ઞાથી રહીશ અને તું અમરત્વ પામે એવા બે વરદાન આપી શિવજી અંતર્ધ્યાન થયા હતા. અંકુરે પોતાના ઈષ્ટદેવની ભક્તિ અર્થે શિવજીની સ્થાપના કરી અને અંકુરે દ્વારા આયોજિત શિવલિંગ પણ કાળક્રમે નગરજનોએ ભક્તિ ભાવથી પ્રેરિત થઈ સુંદર મંદિર બાંધ્યું છે. જેને લઇ અંકુર રાક્ષસના તપને લઇ અંકુરેશ્વર નગર સ્થાપવામાં આવ્યું હતુ. જે હાલ આ મંદિર હાલ અંતરનાથ મહાદેવના નામથી ખૂબ પ્રસિદ્ધ થયું છે.
ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર શહેરનું નામ પણ અંતરનાથ મહાદેવના નામથી જ રાખવામાં આવ્યું હોવાની લોકવાયકા છે. આ શિવલિંગ દોઢ હાથ ઊંચું અને ઘણું જાડું છે. જળાધારી સુંદર પુષ્પોની જટા અને બીલીપત્રથી શિવલિંગ ખૂબ જ આહલાદક જોવા મળે છે. અંતરનાથ મહાદેવ મંદિર સ્થિત શિવલિંગના પ્રભાવના પરિણામે લોકોના અંતરની ઈચ્છા પૂરી કરનાર દેવ અંતરનાથ મહાદેવ તરીકે પ્રખ્યાત મંદીરે શિવરાત્રી પર્વે ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
વિડીયો જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર