Satya Tv News

ભરુચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ગત સપ્તાહે માલોદ ચોકડી નજીક ડંપરની અડફેટે ત્રણ લોકોના મોત નિપજ્યા બાદ કરજણના મામલતદાર સામે અશોભનીય વર્તન દાખવી ગાળા-ગાળી કરી હતી.જેની વિરુદ્ધ મામલતાર એસોસીએશન દ્વારા આંદોલનનું રણસિંગું ફુંકવામાં આવ્યુ હતુ.

જેના ભાગરૂપે વાગરા મામલતદાર કચેરીના સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી સાંસદના બે ફામ વાણી વિલાસ નો વિરોધ નોંધાવ્યો હતો.સાંસદ સભ્યએ મામલતદાર વિરુદ્ધ બીભત્સ શબ્દોનો પ્રયોગ કર્યાનો વિડીઑ સોશિઅલ મીડિયામાં વાઇરલ થયો હતો.જેની રાજ્ય મામલતદાર એસોસિએશને ગંભીર નોંધ લીધી હતી. સાંસદ માફી માંગે કા તો તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે અનેક જિલ્લાઓમાં આવેદન આપવામાં આવ્યા હતા.જો કે આવેદન આપવાને દશ દિવસ જેટલો સમય પસાર થયા બાદ પણ મનસુખ વસાવા વિરુધ કોઈજ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા મામલતદાર એસોસીએશને ઉગ્ર આંદોલન આપવાની દિશામાં ગતિવિધિઓ તેજ બનાવી દીધી છે.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા

error: