Satya Tv News

2 લાખ 43 હજાર અને 965 કરોડ રૂપિયાનુ બજેટ વર્ષ 2022-23ના વર્ષ માટે રજૂ કરવામાં આવ્યુ છે. જેની જાહેરાતો નીચે મુજબ છે

નાણામંત્રી કનુ દેસાઈએ 2.43 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જુઓ મહત્વની જાહેરાતો

ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ ગુજરાતનું બજેટ રજૂ કરી રહ્યાં છે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરતું વર્ષ ૨૦૨૨-૨૩નું રૂ. ૨,૪૩,૯૬૫ કરોડનું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કર્યું. તેમણે બજેટના શરૂઆતી ભાષણમાં કહ્યુ કે, 20 વર્ષમાં માથાદીઠ આવક 19 હજારથી વધી 2.14 લાખ થઈ. 1 વર્ષમાં 1,63,000 કરોડની એફડીઆઈ ગુજરાતમાં આવી છે. 2 લાખ 43 હજાર અને 965 કરોડ રૂપિયાનુ બજેટ વર્ષ 2022-23ના વર્ષ માટે રજૂ કરવામાં આવ્યુ છે. જેની જાહેરાતો નીચે મુજબ છે.

બજેટની ખાસ જાહેરાતો પર એક નજર

સૈનિક શાળાઓની જેમ રક્ષા શક્તિ શાળાઓ શરૂ કરાશે

3 લાખ વિદ્યાર્થીઓને નમો ટેબલેટ અપાશે

લિંબાયત, જસદણ, બગસરા,પાલીતાણા, વરાછા, સંતરામપુર માં નવી સરકારી કોલેજો શરૂ થશે

નિરાધાર વૃદ્ધ પેન્શનમાં 250 રૂપિયાનો વધારો. 80 વર્ષથી વધુની વયના વૃદ્ધોને 1250 અને 60થી વધુ વયના વૃદ્ધોને રૂ.1 હજાર પેન્શન અપાશે

આદિવાસી વિસ્તારોમાં 500 નવા મોબાઈલ ટાવર આગામી 2 વર્ષમાં બનાવાશે

ગ્રામ્ય કક્ષાએ સારી કનેક્ટિવિટી માટે ફ્રી વાઈ ફાઈની સુવિધા અપાશે, પ્રથમ તબક્કામાં 4 હજાર ગામોમાં ફ્રી વાઈફાઈ અપાશે

બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરાશે

દિવ્યાંગ પેન્શન યોજનામાં 1000 રૂપિયા માસિક પેન્શન અપાશે

36 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ માટે 900 રૂપિયા અપાશે

દરેક પ્રાથમિક શાળા સીસીટીવીથી સજ્જ કરાશે

11 લાખ વિદ્યાર્થીઓને એસટીનો મફત પાસ અપાશે

શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં ભોજનનો દર રૂપિયા 10 થી ઘટાડીને 5 રૂ કરાયો

આંતરજ્ઞાતિય લગ્નમાં સહાય 2 લાખ 50 હજાર રૂપિયા અપાશે

સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ, નવસારી જિલ્લાના બિલિમોરામાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઉભી કરાશે.

મોરબીમાં 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનો ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક સ્થાપવામાં આવશે

પીએચડી કરતા વિદ્યાર્થીઓને રૂ.1 લાખની સહાય

error: