Satya Tv News

મામલે મહિલા દીકરી અને ભુવાની સામે આપઘાત ની દુસપ્રેરના ગુનો દાખલ કરી ભુવાની ધરપકડ કરવામાં આવી

કતારગામમાં રહેતી જયશ્રીબેન વિધિ માટે દીકરી પાસે ઉછીના લીધા હતા : ભૂવાએ ઘરમાં વિધિ કરી નાણા ડબલ કરી આપવાની લાલચ આપી હતી

ભુવાના ચક્કરમાં ગૂમાવનારી કતારગામની માઠું લાગી આવતા આપઘાત કરી લીધો હતો . ભુવાએ વિધિ કરી નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી . ચોકબજાર પોલીસે ભુવા ખુશાલ નિમજેની ધરપકડ કરી હતી

કતારગામ દરવાજા ખાતે શ્રી હરિ એપાર્ટમેન્ટમાં રહેતા જયશ્રીબેન મુકેશભાઇ રસાનીયા એ ગત તા .૨૬ મીએ મળસ્કે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ ૐ લીધો હતો . જયશ્રીબેનને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે . તેમના પતિ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે . આ અંગે ચોકબજાર પોલીસમાં મૃતકની પુત્રી પ્રિયંકા અજયભાઈ સોની ( રહે વિરાર , મુંબઇ ) એ ભુવા ખુશાલ ગુલાબભાઇ નિમજે ( ઉ.વ .૩૬ , રહે . ગાંધીનગર સોસાયટી , સિંગણપોર ) સામે આપઘાતની દુપ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો . પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ખુશાલ નિમજેએ પ્રિયંકાની માતા જયશ્રીબેનને વિધિ કરી નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી હતી . જયશ્રીબેને પુત્રી પ્રિયંકાને કોલ કરી આ વિધિ અંગે વાત કરી હતી . જે – તે સમયે પ્રિયંકાએ અંધશ્રદ્ધા હોવાનું પણ માતાને સમજાવ્યું હતુ . જોકે , ખુશાલે ડબલ નહિ થાય તો નાણાં પરત આપવાની પણ ખાત્રી આપતા જયશ્રીબેને જીદ્દ કરી હતી . આખરે પ્રિયંકાએ માતાને ૬ લાખની સગવડ કરી આપી હતી . ત્યારબાદ જયશ્રીબેને ૬ લાખ ખુશાલને વિધિ માટે આપી દીધા હોવાનું પણ પ્રિયંકાને ફોન પર જણાવ્યું હતુ . ત્યારબાદ ખુશાલે ઘરમાં વિધિ શરૂ કરી હતી . ૬ લાખ રૂપિયા મંદિરના ખુણામાં મુકી દીધા છે અને રૂમમાં મુકેલો લોખંડનો કબાટ વિધિ પૂર્ણ નહિ થાય ત્યાં સુધી નહિ ખોલવાની ખુશાલે વાત કરી હતી . ત્યારબાદ ખુશાલે કબાટમાં લક્ષ્મીજીનું આગમન થઇ ગયું છે એવું જણાવી લોખંડનો હથોડો ઘરમાં મુકાવ્યો હતો . આ હથોડા થકી કબાટમાં પૈસા આવશે એવું પણ જણાવ્યું હતુ .

ગત તા .૨૫ મીએ બપોરે જયશ્રીબેને પ્રિયંકાને કોલ કરી જણાવ્યું કે , ખુશાલે માતાજી પ્રસન્ન થયા છે પણ રસ્તો બતાવતા નથી એવી વાત કરી છે . રસ્તો બતાવવા ગુરૂજી મોડીરાત્રે ઘરે આવશે અને વિધિ કરી રસ્તો બતાવશે એવું કહ્યું હતુ . જયશ્રીબેને દીકરી સાથે આ અંતિમ વાત કર્યા બાદ બીજા દિવસે તેણીએ આપઘાત કરી લીધો હતો . આમ , ખુશાલે વિધિના બહાને ૬ લાખ પડાવી છેતરપિંડી કરી હતી . જેથી લાગી આવતા જયશ્રીબેને આપઘાત કરી લીધો હતો . ચોકબજાર પોલીસે ભુવા ખુશાલ નિમજે સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી .

error: