Satya Tv News

ઓસ્ટ્રેલિયાને દુનિયાની સૌથી શક્તિશાળી ક્રિકેટ ટીમ બનાવવામાં કોઈ એક ખેલાડીનો સૌથી મોટો રોલ હોય તો તે છે શેન વોર્ન.

સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાને દુનિયાની સૌથી શક્તિશાળી ક્રિકેટ ટીમ બનાવવામાં કોઈ એક ખેલાડીનો સૌથી મોટો રોલ હોય તો તે છે શેન વોર્ન. તેની લેગસ્પિન, ગૂગલી અને ફિલિપરનો સામનો કરવો દિગ્ગજ બેટ્સમેન માટે પણ મુશ્કેલ હતું. માત્ર 52 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહેનાર શેન વોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પોતાના શાનદાર પ્રદર્શનને લઈને હંમેશા યાદ કરાશે. ચાલો, જાણીએ પોતાના 15 વર્ષના કરિયરમાં તેણે કઈ ઊંચાઈ આંબી હતી…

600 અને 700 વિકેટના માઈલસ્ટોન સુધી પહોંચનાર પહેલો બોલર
શેન વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં 600 અને 700 વિકેટના માઈલસ્ટોન સુધી પહોંચનાર દુનિયાનો સૌથી પહેલો બોલર બન્યો હતો. તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2005માં ઓલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટમાં 600 વિકેટ પૂરી કરી હતી. 2006માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ જ મેલબર્નમાં વોર્ને 700 વિકેટનો આંકડો પાર કર્યો હતો. બાદમાં શ્રીલંકાના દિગ્ગજ ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરને તેનો રેકોર્ડ તોડ્યો. મુરલીએ 800 વિકેટ લીધી. વોર્ન આજે પણ સૌથી વિકેટ લેનાર લેગસ્પિનર છે. 619 વિકેટની સાથે ભારતનો અનિલ કુંબલે બીજા નંબરે છે.

ટેસ્ટ ક્રિકેટમાં વોર્નને સૌથી વધુ સફળતા ઈંગ્લેન્ડ સામે મળી. અંગ્રેજો વિરુદ્ધ વોર્ને 36 ટેસ્ટમાં 23.25ની સરેરાશથી 195 વિકેટ લીધી. તેને ન્યૂઝીલેન્ડ સામે (103) અને સાઉથ આફ્રિકા સામે (130) વિકેટ લીધી હતી. જોકે ભારત વિરુદ્ધ તેનું પ્રદર્શન હંમેશાં નબળું જ રહ્યું. ભારતની સામે વોર્ને 14 ટેસ્ટમાં માત્ર 43 વિકેટ જ લીધી હતી.

2008માં શેન વોર્નની કેપ્ટનશિપમાં રાજસ્થાન રોયલ્સે IPLનું ટાઈટલ્સ જીત્યું હતું.

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) હાલ દુનિયાની સૌથી મોટી લીગ છે. શેન વોર્ન IPL ટાઈટલ જીતનાર પહેલો કેપ્ટન બન્યો હતો. 2008માં તેને પોતાની કેપ્ટનશિપમાં રાજસ્થાન રોયલ્સને ખિતાબ જિતાડ્યો હતો.

શેન વોર્ન વન-ડે ક્રિકેટમાં પણ ઘણો જ અસરકારક બોલર રહ્યો. 1999 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન બનાવવામાં વોર્ને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે આ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાના બે મહત્ત્વની મેચ સેમીફાઈનલ (સાઉથ આફ્રિકા વિરૂદ્ધ) અને ફાઈનલ (પાકિસ્તાન વિરૂદ્ધ)માં મેન ઓફ ધ મેચ બન્યો હતો.

વોર્ન ઉમદા લેગસ્પિનરની સાથે સાથે લોઅર ઓર્ડરમાં સારી બેટિંગ પણ કરી લેતો હતો. તેને ટેસ્ટ ક્રિકેટમાં 3154 રન બનાવ્યા હતા, જેમાં 12 હાફ સેન્ચુરી સામેલ છે. જોકે તે એકપણ સેન્ચુરી ફટકારી શક્યો નહોતો અને તેનો રંજ તેને આજીવન રહ્યો હતો. ટેસ્ટમાં વોર્નનો હાઈએસ્ટ સ્કોર 99 રનનો રહ્યો છે.

error: