Satya Tv News

નવસારી કૃષિ વિશ્વ વિધાલય સંલગ્ન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ પારસીટેકરા ડેડીયાપાડા ગુજરાતના બી.ટેક એગ્રીકલચર એન્જીનરીંગમાં પાસ થનાર વિદ્યાર્થીઓની નોકરી અર્થે ચાલુ વર્ષ 3 માર્ચના રોજ જૈન ઈરીગેશન પ્રાઇવેટ લિમીટેડ દ્વારા ઈન્ટરવ્યું યોજવામાં આવેલ હતું. જેમાં ગુજરાત હેડ ગીરધરલાલ, વિક્રમ આડંગે અને સુનિલ મકવાણા દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવેલ છે, અને કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજનાં આઠમાં સેમેસ્ટરનાં આઠ વિદ્યાથીઓને તથા પોલીટેકનીક કૃષિ ઈજનેરીના બે વિદ્યાર્થીઓને નોકરી આપવા માટે પસંદગી પામેલ છે.

ઉપરોક્ત ઉપલબ્ધી નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજનાં આચાર્ય અને ડીન ડૉ. એસ. એચ.સેંગર અને પોલીટેકનીક કૃષિ ઇજનેરીનાં આચાર્ય ડૉ.અરુણ લક્કડના નેતૃત્વ હેઠળ તથા ડૉ.હિતેશ સંચાવત પ્લેસમેન્ટ ઓફિસરનો સતત અને સુયોગ્ય માર્ગદર્શન અને પ્રાધ્યાપક ગણના અથાગ મહેનત અને દિશા સુચનથી અત્રેની કોલેજના વિદ્યાર્થીઓને સતત સારો પ્રદર્શન કરીને આઠમા સેમેસ્ટરમાં નોકરી મેળવેલી છે અને કોલેજનું નામ પણ રોશન કરેલ છે.

વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: