Satya Tv News

સુરત ખાતે સ્પોર્ટ્સ એસોસિયેશન દ્વારા સુરત ડિસ્ટ્રીકટ સ્પોર્ટ્સ એસોસિયેશન પાવરલિફ્ટિંગ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેલાછા ગામના યુવાન તરુણ કોસંમિયાએ 75 થી 83 કિ.ગ્રામ વજન કેટેગરીમાં ભાગ લીધો હતો જેમાં ફૂલ પાવર લીફટિંગ અને દેડલિફ્ટ એમ બંનેમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો આ સ્પર્ધામાં અલગ અલગ જિલ્લાના 500થી વધુ સ્પર્ધકોએ ભાગ લઈ પોતાની કળા કૃતિ બતાવી સ્પર્ધાને રોચક બનાવી હતી. તરુણ કોસંબીયાએ અગાઉ પણ ઘણા બધા મેડલો પોતાને નામ કર્યા છે અને નેશનલ લેવલે રમવાની તૈયારી કરી રહ્યા છે છે,તરુંણે એમના ગુરુ મોન્તુભાઈ નો આભાર માન્યો હતો

વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર

error: