Satya Tv News

બીએસએફના એક જવાને જ કેમ્પની અંદર આડેધડ ગોળીબાર કર્યો હતો

પંજાબના અમૃતસર ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાસા ખાતે સીમા સુરક્ષા દળ (BSF)ના મુખ્યાલયમાં ફાયરિંગની ઘટના બની છે. આ હુમલામાં આરોપી સહિત 5 જવાનોના મોત થયા છે. બીએસએફના એક જવાને જ કેમ્પની અંદર આડેધડ ગોળીબાર કર્યો હતો.

આ અંગેની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે અને સૈન્ય અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે. બીએસએફ મેસમાં ફાયરિંગ કરનારા કોન્સ્ટેબલની ઓળખ મહારાષ્ટ્રના સુતપ્પા તરીકે સામે આવી છે. આ ઘટનામાં ઘાયલ થયેલા જવાનોને ગુરૂ નાનક દેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ગોળીબાર બાદ જવાને પોતાને પણ ગોળી મારી હતી. તેના પાસેથી વધારે ડ્યુટી લેવામાં આવી રહી હોવાના કારણે અકળાઈને તેણે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસથી સતત ડ્યુટી સોંપાઈ રહી હોવાથી તે ખૂબ પરેશાન થઈ ગયો હતો. આ મામલે શનિવારે બીએસએફના એક અધિકારી સાથે તેનો વિવાદ પણ થયો હતો પરંતુ કોઈ રાહત નહોતી મળી. આ કારણે ગુસ્સે થઈને તેણે રાયફલમાંથી ગોળીઓ છોડવાનું શરૂ કરી દીધું હતું.

error: