Satya Tv News

રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા પહેલી વાર ડિજિટલ સદસ્યતા અભિયાન શરૂ

ડિજિટલ મેમ્બરશીપ અભિયાનમાં કોંગ્રેસ પક્ષ ઉપસ્થિત રહી કરી શરૂઆત

કોંગ્રેસે પક્ષે મોટા નિર્ણયો અને નવા હોદ્દેદારોની નિમણૂક

વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવાના પ્રયાસ માટે કમરકસી

રાજ્ય સભાના સાંસદ અમીબેન યાજ્ઞિકની ડિજિટલ મેમ્બરશીપ અભિયાનમાં કોંગ્રેસ પક્ષ ઉપસ્થિત રહી શરૂઆત કરવામાં આવી હતી.

કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રથમ વખત ડિજિટલ મેમ્બરશીપ અભિયાનની શરૂઆત કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષોથી સત્તાથી અળગી રહેલી કોંગ્રેસે પક્ષે મોટા નિર્ણયો અને નવા હોદ્દેદારો નિમણૂક કરી વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવાના પ્રયાસ માટે કમરકસી હોય છે.અન્ય પક્ષઓની જેમ કોંગ્રેસએ પણ ડિજિટલ ડીજીટલેશન નો ઉપયોગ કરી મતદારો સુધી પોહોંચવાનો આરંભ કર્યો છે. પહેલી વારા ગુગલ એપમાં કોંગ્રેસ મેમ્બર શીપ એપ તૈયાર કરાઇ છે. જેમાં જોડાયેલા નવા સભ્ય માટે નામ, ફોન નંબર અને ચૂંટણી કાર્ડના નંબર લખવામાં આવેશે, ત્યાર બાદ તે વ્યક્તિની જાતિ અને તેમનો વ્યવસાય પૂછવામાં આવે છે. તેમજ સેલ્ફી ફોટો પણ અપડેટ કરવામાં આવશે..

ભરૂચ કોંગ્રેસએ આજરોજ ભરૂચના વોર્ડ નંબર 1 ના ગેલાની તળાવ વિસ્તારમાંથી રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિકની અધ્યક્ષતામાં મેમ્બરશીપ અભિયાનની શરૂઆત કરી હતી.આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યસભાના સાંસદએ જણાવ્યું હતું ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગ એકમોમાં વધતા જતા અકસ્માતો ને રોકવા રાજ્ય સરકાર નિષ્ફળ નીવડી છે અને આવા ઉદ્યોગોના કારણે પર્યાવરણ સાથે માનવ જીવન પર પણ મોટી અસર થવા જઈ રહી છે ત્યારે કડક નિયમો બનાવી ઉદ્યોગોમાં થતા અકસ્માતો ને રોકવાના પ્રયાસ રાજ્ય સરકારે કરવા જોઈએ..

આ ડિજિટલ મેમ્બરશીપ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પ્રભારી હરેશ વસાવા, ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલ સિંહ રાણા, શહેર પ્રમુખ તેજપાલ શોખી, નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, હમેન્દ્ર કોઠીવાળા ,સલીમ અમદાવાદી ઈબ્રાહીમ કલકલ સહિતના કોંગ્રેસી આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહી સ્થાનિકોની ડિજિટલ મેમ્બરશીપ કરી કોંગ્રેસ પક્ષને મજબુત કરવના પ્રયાસ કર્યા હતા.

વિડિઓ જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ

error: