Satya Tv News

વાલિયા પોલીસ મોબાઈલ ચિલ ઝડપમાં સંડોવાયેલ આરોપી ઝડપાયો

ચિલ ઝડપમાં સંડોવાયેલ આરોપીને ભરાડીયા ગામેથી ઝડપી પાડ્યો

મોબાઈલ ફોન રિકવર કરી વધુ તપાસ હાથ ધરી

વાલિયા પોલીસ મોબાઈલ ચિલ ઝડપમાં સંડોવાયેલ આરોપીને ભરાડીયા ગામેથી ઝડપી પાડ્યો હતો

ગત તારીખ-14મી ફેબ્રુઆરીના રોજ માંગરોળ તાલુકાના વાંકલ ગામની કોલેજ પાસે બસ સ્ટેશન નજીકમાં અજાણ્યા ત્રણ ઈસમોએ મોબાઇલની ચિલ ઝડપ કરી ફરાર થઇ ગયા હતા આ મોબાઈલ ચિલ ઝડપમાં સંડોવાયેલ ઇસમ વાલિયા તાલુકાના ભરાડીયા ગામમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે વાલિયા પોલીસ સ્ટેશનના મહિલા પી.આઈ.એસ.કે.ગામીતે વોચ ગોઠવી હતી અને ચોરીમાં સંડોવાયેલ ભરાડીયા ગામના મંદિર ફળિયામાં રહેતો અજય અરવિંદ વસાવાને ઝડપી પાડ્યો હતો અને મોબાઈલ ફોન રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: