સુરતના પુણા વિસ્તારમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો
પુણા વિસ્તારમાં એમ્બ્રોઇડરીના ખાતામાં કરવામાં આવી લૂંટ
ખાતેદારના પેટ પર ચપ્પુ મૂકી મારમારી રોકડા રૂપિયાની કરવામાં આવી લૂંટ
ત્રણ આરોપીઓ લૂંટ કરી ફરાર થઇ ગયા હતા
પુણા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડ્યા હતા
ત્રણેય રીઢા ગુનેગારોની પુણા પોલીસે કરી ધરપકડ
સુરત શહેરના પુણા વિસ્તારમાં એમ્બ્રોઇડરીના ખાતામાં આવી ત્રણ બદમાશોએ ખાતેદારના પેટ ઉપર ચપ્પુ મૂકીને રોકડા રૂપિયાની લૂંટ ચલાવી હતી જે ઘટનામાં પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય લૂંટારુંને પકડી પાડી ધરપકડ કરી હતી
સુરત શહેરમાં ગુનાખોરી સતત વધી રહી છે અને ગુનેગારો બેફામ બની ગુનાઓને અંજામ આપી રહ્યા છે જોકે પોલીસ પણ આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરી રહી છે ત્યારે સુરતના પુણા વિસ્તારમાં આવેલ કુબેરનગરમાં એમ્બ્રોઇડરીનું ખાતું ચલાવતા શૈલેષ ગામી ખાતામાં હાજર હતા તે સમયે ત્રણ જેટલા ઈસમો ખાતામાં આવ્યા હતા અને ચપ્પુ બતાવી પૈસાની માંગણી કરી હતી જોકે પૈસા ન આપતા બદમાશોએ શૈલશભાઈ ને માર મારી રેમ્બો છરો બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને શૈલેષભાઈ પાસેથી 48 હજાર જેટલા રોકડા રૂપિયા લૂંટી ફરાર થઇ ગયા હતા જે ઘટના બનતા તાત્કાલિક પુણા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પોહચી હતી અને ગુનો નોંધી આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા જોકે તાત્કાલિક તપાસ કરતા બાતમી હકીકત આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા જેમાં આરોપી મહેશ ઉર્ફે પપિયા ઉર્ફે દાઉદ દિલીપ મહાજન, રવિ કુમાર ગોહિલ અને સમીર ઉર્ફે બમ્બૈયાને પકડી પાડી તેમની ધરપકડ કરવામાં આવી હતી જોકે આ તમામ આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું તપાસ માં જાણવા મળ્યું હતું જેમાં આરોપી સમીર ઉર્ફે બમ્બૈયા અગાવ હત્યા અને લૂંટ સહિત 7 જેટલા ગુનામાં સંડોવાયેલ છે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત