સ્થાનિક બેહનોએ પોતાના અનુભવો અને જીવન માં આવેલ બદલાવ ની વાત કરી
ભરુચ જિલ્લાના જંબુસરના વેડચ ગામે આતાપી સેવા ફાઉન્ડેશન ધ્વારા વિશ્વ મહિલા દિવસ ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં વેડચ ગામના સરપંચ, નાબાર્ડના એલડીએમ,વાસ્મો ના દર્શનાબેન પટેલ,આતાપીના સીઇઓ ડૉ. નંદિનીબેન શ્રીવાસ્તવ,પ્રોગ્રામ ડિરેક્ટર ચંદ્રિકાબેન મકવાણા અને બીઓબી ગજેરાના મેનેજર તેમજ આજુબાજુના ગામોની બહેનો મળી ત્રણસો થી વધુ લોકો જોડાયા હતા.
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સ્થાનિક બેહનોએ પોતાના અનુભવો અને જીવન માં આવેલ બદલાવ જેમકે આગેવાની,મહિલા સશક્તિકરણ,મહિલા ખેડૂત,પશુપાલન,મહિલા ડેરી જેવા વિષયો પર વાત કરી ઉપસ્થિત બેહનોને વિસ્તૃત જાણકારી આપી હતી.
બેહનોને BOB ના LDM અને ગજેરા બેંક મેનેજર એ યોજનાઓ વિષે માહિતી આપી હતી.શિક્ષણ કાર્યક્રમ સાથે સંકળાયેલા બાળકોએ અધિકારો અંગે રોલ પ્લે કરીને માહિતી આપી.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા