Satya Tv News

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બાવળિયા, રાઘવજી, જિતુ ચૌધરીની પણ ટિકિટ કપાશે, સરકાર સામે નિવેદનો કરનાર મધુ શ્રીવાસ્તવનું નામ પણ યાદીમાં સામેલ, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન અને વિભાવરીબેનની વિદાય પણ નક્કી


યુપી સહિત 4 રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ ગુજરાતમાં ભાજપ નવો રાજકીય પ્રયોગ કરવા જઈ રહ્યો છે. રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં હાલના 59 ધારાસભ્યનાં નામ પર કાતર ફેરવાશે. પાર્ટીએ રાજ્યમાં નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની સ્ટ્રેટેજી ઘડી કાઢી છે. જે રીતે રૂપાણી સરકારના રાજીનામા બાદ નવા મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાને સ્થાન અપાયું હતું એ જ પેટર્ન પર આગામી ચૂંટણીમાં મોટા ભાગના ચહેરા સાવ નવા હશે.

અલબત્ત, નવા ચહેરા તરીકે ભાજપ સંગઠનમાં વર્ષોથી કાર્યરત એવા લોકોને લાવશે, જેઓ અગાઉ વિધાનસભાની ચૂંટણી લડ્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી ચૂંટણીમાં ઉંમરની સીમારેખા તરીકે 65 વર્ષની મર્યાદા નક્કી કરાઇ શકે છે. આ ઉપરાંત પાર્ટી અગાઉ ત્રણ કે ચાર વખત ચૂંટણી લડી ચૂક્યા હોય તેવા કોઇપણ નેતાને કે વર્તમાન ધારાસભ્યને હવે ટિકિટ આપશે નહીં. અલબત્ત, અમુક બેઠકો પર માત્ર સ્થાનિક સમીકરણો અને જ્ઞાતિ-જાતિની ત્રિરાશી પરથી નિર્ણય લેવાશે, જે અપવાદરૂપ કિસ્સામાં જ હશે.

અસંતોષ ખાળવા ‘સંતોષ’ સક્રિય થયા પક્ષના વરિષ્ઠ નેતાઓને આ વખતે ટિકિટ મળી શકે એમ ન હોવાથી તેમના મનમાં અસંતોષ ન જન્મે એવા આશયથી પ્રયત્નો શરૂ થઇ ગયા છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ હાલ ગુજરાતમાં છે અને જે મોટા નેતાઓનાં નામ પર કાતર ફરવાની છે તેમાંના ઘણાની સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે. વિજય રૂપાણી સરકારનું રાજીનામું પડ્યું તેના એક દિવસ પહેલાં જ સંતોષ ગુજરાત આવ્યા હતા અને પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

આગામી ચૂંટણીમાં આ નામો કપાઈ શકે છે ?

વિજય રૂપાણી,. નીતિન પટેલ. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા,. પ્રદીપસિંહ જાડેજા,. આર સી ફળદુ,. કૌશિક પટેલ, સૌરભ પટેલ,. દિલીપ ઠાકોર, ગણપત વસાવા,. કુંવરજી બાવળિયા, પુરુષોત્તમ સોલંકી, ઇશ્વરસિંહ પટેલ,કનુ દેસાઈ, કિરીટસિંહ રાણા,. રાઘવજી પટેલ, ગજેન્દ્રસિંહ પરમાર,નીમાબેન આચાર્ય,. પંકજ દેસાઇ, જેઠા ભરવાડ આર. સી. પટેલ, આત્મારામ પરમાર,બાબુ બોખીરિયા,યોગેશ પટેલ, જયદ્રથસિંહ પરમાર, વાસણ આહીર, વિભાવરી દવે, વલ્લભ કાકડિયા, કિશોર કાનાણી, બચુ ખાબડ,રમણલાલ પાટકર.અરુણસિંહ રાણા,બાબુ જમનાદાસ પટેલ,જિતુ સુખડિયા, મધુ શ્રીવાસ્તવ, જિતુ ચૌધરી,કિશોર ચૌહાણ,કાંતિ બલર,પીયૂષ દેસાઇ,મોહન ઢોડિયા,ગીતાબા જાડેજા,કેશુ નાકરાણી, અરવિંદ પટેલ,ધનજી પટેલ,ગોવિંદ પટેલ,સુરેશ પટેલ, વિવેક પટેલ, સી કે રાઉલજી, પુરુષોત્તમ સાબરિયા,રાકેશ શાહ,કરસન સોલંકી, કેસરીસિંહ સોલંકી,અભેસિંહ તડવી, શંભુજી ઠાકોર,બલરામ થાવાણી, વી ડી ઝાલાવાડિયા
કાંતિ બલર,સુમન ચૌહાણ, વિજય પટેલ, ગોવિંદ પરમાર

દ્વારકા બેઠક પરથી 2012માં ચૂંટાઇ આવેલા પબુભા માણેકનું ધારાસભ્યપદ ગુજરાત હાઇકોર્ટે રદ કર્યું હતું, જે ચુકાદો સુપ્રીમકોર્ટમાં પડકારાયો છે, પરંતુ હવે આગામી ચૂંટણીમાં તેમના સ્થાને અન્ય કોઇ ઉમેદવાર આવી શકે છે. જ્યારે ઊંઝા બેઠક પરનાં મહિલા ધારાસભ્ય આશાબેન પટેલનું અવસાન થતાં ખાલી પડેલી બેઠક પર પણ નવા ઉમેદવાર આવશે.

હંમેશાં મેં પાર્ટીના કાર્યકર્તા તરીકે સંગઠનમાં કામ કર્યું છે. જે જવાબદારી પાર્ટીએ આપી એ સુપેરે નિભાવી છે. પાર્ટી કહેશે તો લડીશું, નહીં કહે તો નહીં લડીએ. આ નિર્ણયથી મને ખાસ ફરક પડતો નથી. પાર્ટી અમને કહે કે અમારે અન્યોને જિતાડવાના છે, તો તેમને જિતાડીશું. – વિજય રૂપાણી

અત્યારસુધી પાર્ટીએ અમને ઘણું આપ્યું છે. હું નવ વખત વિધાનસભા ચૂંટણી લડ્યો અને એકપણ વાર ટિકિટ માગી નથી. મંત્રી બનવા માટે પણ મારે કોઇને ભલામણ કરવી પડી નથી. જેમને વારસામાં સત્તા મળી હતી તેવા રજવાડાએ દેશ માટે પોતાની સત્તા આપી દીધી, તો અમને તો અમારી પાર્ટીએ જ સત્તાસ્થાને બેસાડ્યા છે, તે આપતાં ખચકાટ નહીં અનુભવીએ. – ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

જૂના મંત્રીમંડળમાં રહેલા મોટા ભાગના ચહેરાઓને હવે તક નહીં આપવામાં આવે. આ પૈકી ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઉપરાંત મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રદીપસિંહ જાડેજા, સૌરભ પટેલ સહિતના ડઝનેક નેતાઓની આગામી ચૂંટણીમાં બાદબાકી થઇ જશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વર્તમાન સરકારના પણ ચારેક સભ્યોને ટિકિટ ફરી આપવામાં ન આવે એવી શક્યતા છે. ઉંમરલાયક અથવા નોન-પર્ફોર્મર રહેલા મંત્રીઓને પણ તક આપવામાં નહીં આવે.

error: