Satya Tv News

દેશના કરોડો પગારદારો-પેન્શનધારકોને ઈપીએફઓએ શનિવારે ઝટકો આપ્યો છે. ઈપીએફઓએ આગામી નાણાંકીય વર્ષ માટે પીએફના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે.

અહેવાલ અનુસાર FY2021-22 માટે પીએફ પર વ્યાજદર ઘટાડીને 8.1% કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત વર્ષના 8.5%થી વ્યાજદર ઘટાડીને 8.1% કરતા પીએફ ધારકોને છેલ્લા 40 વર્ષમાં સૌથી ઓછું વ્યાજ મળશે.

ઈપીએફઓના આ નિર્ણયથી દેશના અંદાજે 6 કરોડથી વધુ લોકોને ફટકો પડશે. સીબીડીટીના એક અધિકારીએ જણાવ્યું કે બોર્ડ દ્વારા ઈપીએફ વ્યાજદર 8.1% નક્કી કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વ્યાજદર છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 8% કે 8.1%નો વ્યાજદર 1977-78ના તળિયે પહોંચ્યો છે. ત્યારે પણ વ્યાજદનો દર 8% હતો.

કર્મચારી સંગઠને ગત વર્ષે વ્યાજની ચૂકવણી કર્યા બાદ સરપ્લસ પેટે હાથમાં રૂ. 1875 કરોડનું ફંડ દર્શાવ્યું હતુ,જે નવા વ્યાજની ચૂકવણી બાદ માત્ર 450 કરોડ જ રહેશે.

ઈપીએફઓ ટ્રસ્ટી દ્વારા વ્યાજદર નક્કી કર્યા બાદ અંતિમ નિર્ણય નાણામંત્રાલયને મોકલવામાં આવશે અને સરકાર તેના પર અંતિમ નિર્ણય કરશે.

error: