Satya Tv News

ઝઘડીયા પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી
હોળી-ધૂળેટીને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે બેઠક યોજાય
ઝઘડીયાનાં આજુબાજુના વિસ્તારનાં આગેવાનો તથા હોદ્દેદારો અને સરપંચો હાજર રહ્યા
ઝઘડીયા પોલીસ સ્ટેશને આવનારા હોળી – ધૂળેટી ને ધ્યાને લઇ ઝઘડીયા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. પી.એચ.વસાવાની અધયક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
ઝઘડીયા પોલીસ સ્ટેશને હોળી – ધૂળેટી ને ધ્યાને લઇ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં આવનાર હોળી – ધૂળેટી નાં તહેવારો ને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે તેમજ ધૂળેટી ને ધ્યાને લઇ કેમિકલયુક્ત કલરો નહી વાપરવા અને ધૂળેટી સમયે કોઈપણ પ્રકારે શાંતિનો ભંગના થાય તે સંદર્ભે અવગત કરવામાં આવ્યા હતા. આ શાંતિ સમિતિની બેઠકમાં ઝઘડીયા વિસ્તારનાં આગેવાનો તથા હોદ્દેદારો અને સરપંચો હાજર રહ્યા હતાં.

વિડિઓ જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા

error: