Satya Tv News

આજથી રાજ્યમાં 12થી 14 વર્ષની વયજૂથના બાળકોનું કોરોના

વિરોધી રસીકરણ શરૂ થશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવશે. જે અંતર્ગત રાજ્યના કુલ 23 લાખ બાળકોને કોર્બેવેક્સ વેક્સિન આપવામાં આવશે. હૈદરાબાદની બાયોલોજિકલ ઈ.લિમિટેજ કંપનીએ બનાવીએ કાર્બેવેક્સ વેક્સિન તૈયાર કરી છે. રસિકરણ અભિયાનમાં રાજ્યનું શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ કલ્યાણ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો પણ જોડાશે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની બોરિજ પ્રાથમિક શાળાએથી સવારે 9 કલાકે રાજ્ય વ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે. કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ અન્વયે ભારત સરકારની માર્ગદર્શીકા મુજબ રાજ્યમાં આજથી આ રસીકરણની સફળતાપૂર્વક શરૂઆત કરવાની તમામ તૈયારીઓ આરોગ્ય વિભાગે પૂર્ણ કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ કલ્યાણ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના સહયોગથી આ રસીકરણ ઝૂંબેશમાં પાત્રતા ધરાવતા તમામ બાળકોને આવરી લેવામાં આવશે. 12 થી 14 વર્ષની વય જૂથના અંદાજે 23 લાખ બાળકોને કોવિડ-19ની વેક્સિનના બે ડોઝ આ અભિયાન અંતર્ગત અપાશે.

error: