અંકલેશ્વર શ્રી વમણનાથ સેવા સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં સાંસ્કૃતિક સમિતિના કન્વીનર ડો.હેમંત દેસાઈ તથા ડૉ વર્ષા પટેલ દ્વારા વિવિધ સ્પર્ધા જેમ કે ગીત,કાવ્ય પઠન,મોનો એક્ટિંગ, તેમજ નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના ઇ.આ.ડૉ.કે.એસ.ચાવડા તથા નિર્ણાયક શ્રી પ્રા.પ્રવીણભાઈ પટેલે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.કાવ્ય પાઠનમાં વિજેતા પ્રથમ ક્રમે સઈદ સાહ,દ્વિતીય ક્રમે જ્યોતિ પટેલ, તૃતીય ક્રમે સોહેલ દીવાન અને ચોથા ક્રમે દીક્ષિતા પટેલ થયા હતા જ્યારે ગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમે દીવાન સોહેલ,દ્વિતીય ક્રમે સઈદ સાહ, તથા તૃતીય ક્રમે પ્રિયાંશી પટેલ વિજેતા જાહેર થયા હતા.મોનો એક્ટિંગમાં જ્યોતિ પટેલ વિજેતા બન્યા હતા સમગ્ર સ્ટાફ પરિવાર તથા મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર