Satya Tv News

શું સામી ચૂંટણીએ ફરી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો તૂટશે? રાજસ્થાન કોંગ્રેસના MLAને ગુજરાત કોંગ્રેસ તૂટવાનો ડર લાગી રહ્યો છે. CM અશોક ગહેલોતના સલાહકાર સંયમ લોઢાએ ટ્વીટ કરીને આ ડર દિલ્હી કોંગ્રેસ સામે વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ નેતા સંય લોઢાએ કહ્યું, ગુજરાતના 10 MLA પર ભાજપની નજર છે. ત્યારે રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય સંયમ લોઢાની ટ્વીટથી ગુજરાતમાં હડકંપ મચી ગયો છે.

પાંચ રાજ્યોમાં કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટીની અંદર ધમાસાન મચ્યુ છે. જી-23 ગ્રૂપના નેતા સતત પાર્ટીના ખરાબ પ્રદર્શનને લઈને સવાલો કરી રહ્યાં છે. તો ગુજરાત કોંગ્રેસની અંદર ભંગાણ પડે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર અને સિરોહીના ધારાસભ્ય સંયમ લોઢાએ ગુજરાત કોંગ્રેસ તૂટવાનો ડર વ્યક્ત કર્યો છે. ચૂંટણી પહેલા ઉથલપાથલનું કોંગ્રેસી ધારાસભ્યનું નિવેદન સામે આવ્યુ છે. સંયમ લોઢાએ કહ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, ભાજપની નજર કોંગ્રેસના 10 ધારાસભ્યો પર છે. સ્વસ્થ રહો, સતર્ક બનો. લોઢાએ સ્પષ્ટપણે ગુજરાત કોંગ્રેસમાં ભાંગફોડની શક્યતા વ્યક્ત કરી છે. લોઢાએ પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા છે. સાથે જ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માને પણ આ વિશે સતર્ક રહેવા જણાવ્યુ છે.

error: