Satya Tv News

પેસ્કોવે કહ્યું, ‘અમારી પાસે ઘરેલુ સુરક્ષાનો ખ્યાલ છે અને તે સાર્વજનિક છે. તેથી જો તે અમારા દેશના અસ્તિત્વ માટે ખતરો ઉભો કરે છે, તો તેનો ઉપયોગ આપણા ખ્યાલ મુજબ થઈ શકે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. આ યુદ્ધમાં યુક્રેનને ભારે નુકસાન થયું છે. આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસો પણ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે,રશિયા પર ઘણા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે છતા તે પીછેહટ કરી રહ્યુ નથી . આ દરમિયાન, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે મંગળવારે જણાવ્યું હતું કે રશિયા યુક્રેન યુદ્ધના સંદર્ભમાં ત્યારે જ પરમાણુ હથિયારોનો (Nuclear Weapons) ઉપયોગ કરશે જ્યારે તે “અસ્તિત્વના જોખમ” હેઠળ હશે.

પ્રવક્તા પેસ્કોવના જણાવ્યા અનુસાર તેઓને વિશ્વાસ હતો કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(President Vladimir Putin) યુક્રેનના સંદર્ભમાં પરમાણુ વિકલ્પનો ઉપયોગ કરશે નહીં. રશિયન સૈનિકોએ યુક્રેન પર આક્રમણ કર્યાના દિવસો પછી, પુતિને 28 ફેબ્રુઆરીએ જાહેરાત કરી કે તેણે દેશના વ્યૂહાત્મક પરમાણુ દળોને ઉચ્ચ ચેતવણી પર મૂક્યા છે, જેનાથી વિશ્વ ચિંતાતુર છે.

પેસ્કોવના નિવેદન અને રશિયાના પરમાણુ વલણ વિશે વધુ વ્યાપકપણે પૂછવામાં આવતા, પેન્ટાગોનના પ્રવક્તા જ્હોન કિર્બીએ પરમાણુ શસ્ત્રોના સંભવિત ઉપયોગ પર મોસ્કોના રેટરિકને “ખતરનાક” ગણાવ્યું અને કહ્યુ કે એક જવાબદાર પરમાણુ રાજ્યએ આ રીતે વર્તવું જોઈએ નહીં.

પશ્ચિમી સંરક્ષણ અધિકારીઓએ પુતિનની ફેબ્રુઆરીની ઘોષણા પછી જણાવ્યું હતું કે તેઓએ રશિયાના પરમાણુ દળોના વ્યૂહાત્મક બોમ્બર, મિસાઇલો અને સબમરીનને એકત્ર કરવાના કોઈ નોંધપાત્ર સંકેત જોયા નથી.

error: