Satya Tv News

નર્મદા જીલ્લાને ટીબી મુકત કરવા માટે પ્રતિજ્ઞા લેવાઈ

મેડીકલ ઓફીસર, આરોગ્ય કર્મચારીઓ, લેબ.ટેકનીશીયન તથા આશા વર્કર બહેનોને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

નર્મદાજિલ્લા મા રાજપીપલા,નિવાલ્દા, સાંજરોલી ગામે ટીબી દિવસની ઉજવણી કરાઈહતી. જેમાં નર્મદા જીલ્લાને ટીબી મુકત કરવા માટેની સામુહિક પ્રતિજ્ઞા લેવાઈહતી. તેમજ મેડીકલ ઓફીસર, આરોગ્ય કર્મચારીઓ, લેબ.ટેકનીશીયન તથા આશા વર્કર બહેનોને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

જીલ્લા ક્ષય કેન્દ્ર, નર્મદા દ્વારા જીલ્લા પંચાયત રાજપીપલા કોન્ફરન્સ હોલ ખાતેવર્લ્ડ ટીબી દિવસ નિમીતે કાર્યક્રમ રાખવામાં આવેલ.જેમા જીલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, આરોગ્ય સમિતીના ચેરમેન, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલ, તથા જીલ્લા ક્ષય અધિકાર નર્મદા ડો.ઝંખના વસાવા નર્મદા જીલ્લા ના આરોગ્ય વિભાગના તમામઅધિકારીઓ તથા કર્મચારીઓ ની ઉપસ્થિતિમાં “વર્લ્ડ ટીબી ડે“નિમીતે ઉજવણી ના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના વર્ષ ૨૦૨૫ સુધીમાં “ટીબી મુકત ભારત”કરવાના આહવાન ને ધ્યાને રાખી ને નર્મદા જીલ્લાને ટીબી મુકત કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી તેમજ વર્ષ ૨૦૨૧દરમિયાન મેડીકલ ઓફીસર, આરોગ્ય કર્મચારીઓ, લેબ.ટેકનીશીયન તથા આશા વર્કર બહેનો ને શ્રેષ્ઠ કામગીરી
કરવા બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

જયારે દેડીયાપાડા ખાતે ના નિવાલ્દા ડીસ્પેન્સરી ખાતે ભવ્ય રેલીનું આયોજન કરવામાંઆવ્યુ હતું.જેમા નિવાલ્દા ડીસ્પેન્સરીના હેડ ડો.સાઈની થોમસ, જીલ્લા ક્ષય અધિકારી ડે. ઝંખના વસાવા ની હાજરીમાંરેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.અને “ટીબી હારેગા દેશ જીતેગા”, ટીબી ભગાઓ દેશ બચાઓજેવા નારા સાથે આખા ડેડીયાપાડા ખાતે રેલી નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા. અહીં પણ ટીબી રોગથી નર્મદા જીલ્લો, ગુજરાત રાજય અને ભારત દેશને ટીબી મુકત કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવીહતી

એ ઉપરાંત ગરૂડેશ્વર તાલુકાના સાંજરોલી ગામે પ્રાથમિક શાળામાં વિધાર્થીઓ તથા ગ્રામજનો ને જીલ્લા ક્ષય અધિકારીડો.ઝંખના વસાવા તેમજ તાલુકા હેલ્થ ઓફીસર ડો. એ.કે.સુમન દારા લોકોને ટીબી રોગની વિસ્તાર પૂર્વક માહીતી આપીસામુહિક પ્રતિજ્ઞા લેવાઈ હતી હતી.

વિડીયો જર્નાલિસ્ટ જ્યોતિ જગતાપ, સત્યા ટીવી રાજપીપલા

error: