પાસા હેઠળ અટકાયત કરી જામનગર જીલ્લા જેલમા મોકલી દેવાયો
આગામી વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે નર્મદામા અસામાજિક પ્રવૃત્તિ કરનારા માથાભારે ઈસમોને પાસા હેઠળ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં વધુ એક માથાભારે ઈસમની નર્મદા પોલીસે પાસા હેઠળ અટકાયત કરી છે.જેમાં રાજપીપલા સીંધીવાડનો માથાભારે ઇસમની પાસા હેઠળ અટકાયત કરી જામનગર જીલ્લા જેલમા મોકલી દેવાયોછે.
પ્રાપ્ત માહિતી અનુસાર હિમકર સિંહ, પોલીસ અધિક્ષકનર્મદાના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો દ્વારા આચરવામાં આવતી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સારૂ સખત અટકાયતી પગલા લેવાની સુચના મળતાં તે અનુસંધાને રાજપીપલા પો.સ્ટે. વિસ્તારમાં શરીર સબંધી ગુનાના કામે પકડાયેલ આરોપી અબ્દુલલતીફ ઇસ્તીયાઝ ઉર્ફે બોડકો અજીજભાઇ શેખ (રહે. સીંધીવાડ રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદાના) તેની અસામાજીક પ્રવૃતિઓ છોડતો ન હોવાથી એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બીએ સામાવાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાને મોકલી આપેલ સામાવાળા અબ્દુલલતીફ ઇસ્તીયાઝ ઉર્ફ બોડકોઅજીજભાઇ શેખની પ્રવૃતિને ધ્યાને રાખી પાસા હેઠળ અટકાયત કરી જામનગર જીલ્લા જેલ ખાતે રાખવાનો હુકમ કરતાં એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટરએલ.સી.બીના સુપરવિઝન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોએ સામાવાળાને રાજપીપલા ખાતેથી ઝડપી અબ્દુલલતીફ ઇસ્તીયાઝ ઉર્ફ બોડકો અજીજભાઇ શેખને જામનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જર્નાલિસ્ટ જ્યોતિ જગતાપ, સત્યા ટીવી રાજપીપલા