Satya Tv News

પલસાણા તાલુકામાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના

પ્રેમી સાથે એકાંતમાં ગયેલી પરિણીતા સાથે ચપ્પુની અણીએ દુષ્કર્મની ઘટના

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ધરપકડ કરી

કિમ પલસાણા તાલુકામાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના બનવા પામી છે.પલસાણા તાલુકાના વાંકાનેડામાં પ્રેમી સાથે એકાંતમાં ગયેલી પરિણીતા સાથે ચપ્પુની અણીએ દુષ્કર્મની ઘટના કડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ધરપકડ કરી હતી.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વરેલી ગામે રહેતી 28 વર્ષીય પરિણીત મહિલા ધૂળેટીના દિવસે તેના પ્રેમી સાથે વાંકાનેડા ગામની સીમમાં અવાવરુ જગ્યાએ ગઈ હતી તે સમયે વરેલીના ત્રણ યુવાનોએ મહિલા અને તેના પ્રેમીને ચપ્પુની અણીએ બાનમાં લઈ ત્રણ પૈકી એક શખ્સે મહિલા સાથે દુષ્કર્મ આચરવાની ઘટના અંગે કડોદરા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. મહિલા પાંચ સંતાનોની માતા હોવાનું પણ જણાય આવ્યું હતું. મૂળ મધ્યપ્રદેશ અને હાલ પલસાણા તાલુકાનાં વરેલી ખાતે મહિલા તેના પતિ તેમજ પાંચ સંતાન સાથે રહેતી છે. ગત 18મી માર્ચ ધૂળેટીના દિવસે મિલમાં રજા હોવાથી આ મહિલાનો પતિ અન્ય સંબંધી સાથે ફરવા ગયા હતા. તે સમયે આ પરિણીતા તેના પ્રેમી સાથે વાંકાનેડા ગામે નહેર તરફ ઝાડી ઝાંખરાં વાળા વિસ્તારમાં ગઈ હતી. આ પ્રેમી જોડું અવાવરુ જગ્યાએ ગયું હોય તે અંગેની જાણ પ્રેમી યુવાનને પરિચિત વરેલીના ત્રણ માથાભારે યુવાન મહાવીર, બલરામ તેમજ મુકેશને થઈ હતી. જેઓએ પ્રેમી જોડાને પીછો કરી અવાવરુ જગ્યાએ પહોંચી ગયા હતા. જે પૈકી મુકેશે આ મહિલાનો હાથ પકડી રાખ્યો હતો જ્યારે બાલારામે ચપ્પુ કાઢી બંનેને બાનમાં લીધા હતા અને જણાવ્યુ હતું કે, અવાજ કરશો તો બંનેને જાનથી મારી નાખીશું. ત્યારબાદ મહાવીર મહિલાને થોડે દૂર લઈ ગયા બાદ ઝાડી ઝાખરી વિસ્તારમાં ચપ્પુની અણીએ મહિલાની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ત્રણેય ઇસમો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ બદનામીના ડરે મહિલા અને તેના પ્રેમીએ ઘટના અંગે કોઈને જાણ કરી ન હતી. જો કે ત્યારબાદ મહિલાએ તેના પતિને જાણ કરતાં તેના પતિએ પોલીસ ફરિયાદ કરવા જણાવતા પતિ સાથે મહિલાએ કડોદરા પોલીસ મથકમાં આવી મહાવીર જાટ, બલરામ તેમજ મુકેશ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જો કે કડોદરા પોલીસે ગણતરી ના કલાકોમાં ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી.

વિડિઓ જર્નાલિસ્ટ વિવેક રાઠોડ સાથે સત્યા ટીવી કીમ

error: