Satya Tv News

અશ્લીલ વિડીયો યુટ્યુબ ઉપર તથા ફરીયાદીના ફેસબુક ઉપર અપલોડ કરી બદનામ કરવાની ધમકી આપીપૈસાની માંગણી કરી નાણાં પડાવવાનું ગુનાહિત કાવતરાની પોલીસ ફરિયાદ

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સોરાપાડા ગામની ઘટના યુવકોજ યુવતીની છેડતી કરે એવુ નથી હવે યુવતીપણ યુવકને બદનામ કરે અને અશ્લીલ હરકતો કરે એવી ચકચારી ઘટના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સોરાપાડા ગામે બનવા પામી છે જેમાં એક અજાણી યુવતીએ ફેસબુક આઇડી પર સોરાપાડાના યુવક સાથે તેના મોબાઈલ નંબર પરથી મિત્રતા કેળવી વોટ્સએપ માધ્યમથી અશ્લીલ મેસેજો મોકલી બિભત્સ વાત ચિત કરવાનું કૃત્ય કર્યું હતું. વાત આટલેથી ન અટકતા આ યુવતીએ નગ્ન અવસ્થામાં વિડીયો કોલ કરી અશ્લીલ હરકતો કરી ફરીયાદીને ઉત્તેજીત કરી ફરીયાદીનો અશ્લીલ વિડીયો બનાવી લઈ તેણે અજાણ્યા મોબાઈલ ફોન પર અશ્લીલ વિડીયો સોશ્યલ મીડીયાના યુટ્યુબ માધ્યમ ઉપર તથા ફરીયાદીના ફેસબુક ઉપર અપલોડ કરી બદનામ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી નાણાં પડાવવાનું ગુનાહિત કાવતરું કરવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે સાગબારા પોલીસ મથકે ફરીયાદી પ્રકાશભાઇ મહેન્દ્રભાઇ વસાવા( ઉ.વ.૨૫ ધંધો. ખેતી રહે.સોરાપાડા તા.સાગબારા જી. નર્મદા)એ
આરોપી (૧) પ્રીયા સનમ તથાઅન્ય બે મોબાઈલ નંબર સામે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદની વિગત અનુસાર આરોપી “પ્રીયા સનમ” નામની અજાણી યુવતિએ તેના મોબાઈલ નંબર થી ફરીના મોબાઈલ ફોન નંબર માં આવેલ ફેસબુક આઈ.ડી.ઉપર મિત્રતા કેળવીહતી. ત્યાર બાદ ફરીયાદી સાથે વોટ્સએપ માધ્યમ ઉપર અશ્લીલ મેસેજો મોકલી અવાર-નવાર બિભત્સ વાતચીત કરી હતી. એટલું જ નહીં નગ્ન અવસ્થામાં વિડીયો કોલ કરી અશ્લીલ હરકતો કરી ફરીયાદીને ઉત્તેજીત કરી ફરીયાદીનો અશ્લીલ વિડીયો બનાવી લઈ તેણે અજાણ્યા મોબાઈલ ફોન નંબર વાળા સાથે મળી એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરૂ રચી ફરીનો અશ્લીલ વિડીયો સોશ્યલ મીડીયાના યુટુબ માધ્યમ ઉપર તથા ફરીયાદીના ફેસબુક ઉપર અપલોડ કરી બદનામ કરવાની ધમકી આપીહતી. અને ફરીયાદીને ભયમાં મુકી અન્ય મોબાઈલ ફોન નંબર ઉપર ગુગલ પે દ્વારા FEDERAL BANK ઉપર ઓનલાઈન પૈસાની માંગણી કરી ફરીયાદી પાસે થી બળજબરીથી પૈસા પડાવી લેવાનુ ગુનાહિત કૃત્ય કરી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ જ્યોતિ જગતાપ, સત્યા ટીવી રાજપીપલા

error: