Satya Tv News

ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્રમાં કોંગ્રેસ દ્વારા વિદેશી-દેશી દારૂ અને અન્ય નશીલા દ્રવ્યો અંગે માહિતી માંગવામાં આવી હતી. જેમાં ચોંકાવનારી માહિતી મળી

ગુજરાતમાં દારૂબંધી છે, પણ ગુજરાતમાં એટલો દારૂ પીવાય અને પકડાય છે જેટલો દારૂની છૂટ છે તે રાજ્યમાં પણ નથી હોતું. ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્રમાં કોંગ્રેસ દ્વારા વિદેશી-દેશી દારૂ અને અન્ય નશીલા દ્રવ્યો અંગે માહિતી માંગવામાં આવી હતી. જેમાં ચોંકાવનારી માહિતી મળી છે. બે વર્ષમાં ગુજરાતમાં એટલી માત્રામાં દારૂ પકડાયો છે કે તેને સાચવવા જગ્યા પણ ઓછી પડે. બે વર્ષમાં 606 કરોડ 41 લાખ 84 હજાર 847 રૂપિયાની કિંમતના વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે.

ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં માહિતી આપી કે, રાજ્યમાંથી બે વર્ષમાં 215 કરોડ 62 લાખ 52 હજાર 275 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પકડાયો છે. જેમાં 1 કરોડ ૬ લાખ ૩૨ હજાર ૯૦૪ વિદેશી દારૂની બોટલ પકડાઈ છે. 4 કરોડ 33 લાખ 78 હજાર 162 રૂપિયાની કિંમતનો 19 લાખ 34 હજાર 342 લીટર દેશી દારૂ પકડાયો છે. આ ઉપરાંત 16 કરોડ 20 લાખ 5 હજાર 848 રૂપિયાની કિંમતની 12 લાખ 20 હજાર 258 બિયરની બોટલ અને 370 કરોડ 25 લાખ 48 હજાર 562 રૂપિયાની કિંમતના નશીલા દ્રવ્યો પકડાયા છે. જેમાં અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્ય ડ્રગ્સનો સમાવેશ થાય છે. આમ, બે વર્ષમાં 606 કરોડ 41 લાખ 84 હજાર 847 રૂપિયાની કિંમતના વિદેશી-દેશી દારૂ , બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે.

સાથે જ સરકારે જણાવ્યુ કે, દારૂ અને નશીલા દ્રવ્યો પકડાવાના ગુનાઓમાં સંડોવાયેલા 4046 હજાર આરોપીઓની ધરપકડ પણ કરવાની બાકી છે. રાજ્યમા વર્ષ 2020 માં કેફી દ્રાવ્યોના કેસમા 4475 આરોપી પકડવાના બાકી છે. તો વર્ષ 2021 ના અલગ અલગ કેસોમાં 2418 આરોપીઓ પકડવાના બાકી છે. વિધાનસભા ગૃહમાં સરકારે લેખિત જવાબ આપ્યો હતો.

સરકારે કહ્યુ કે, પોલીસ અને સરકારની રહેમ નજર હેઠળ જ રાજ્યની સરહદોથ દારૂનો ગેરકાયદેસર જથ્થો રાજ્યમાં ઠાલવવામાં આવે છે. રાજ્યના યુવાધનને રોજગારીના બદલે બરબાદીમાં ધકેલવાનુ ષડયંત્ર ચાલે છે.

સાથે જ ગૃહ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં 1367.01 કરોડ રૂપિયા વણવપરાયેલી રહ્યા હોવાનો સ્વીકાર સરકારે કર્યો. રાધનપુરના ધારાસભ્ય રધુભાઈ દેસાઈના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, 2019-20 માં 501.34 કરોડ અને 859.67 કરોડ રૂપિયાની રકમ વણવપરાયેલી રહી. કોરોનાની સ્થિતિને કારણે આ રકમ વણવપરાયેલી રહી હોવાનું કારણે સરકારે જણાવ્યું.

error: