74 વર્ષની ઉંમરે ઉત્સાહપૂર્વક નૃત્ય કરતા વડીલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઉંમર એ માત્ર એક નંબર છે એ વસ્તુ નવસારીમાં રહેતા જશોદાબેન પટેલે સાર્થક કરી છે. ગત 8મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નવસારી ડીસ્ટ્રીક સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અનેક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં નવસારી લૂંસીકુલ વિસ્તારમાં રહેતા જશોદાબેન પટેલે પણ આ કાર્યક્રમમાં એક કૃતિ રજૂ કરી હતી.