Satya Tv News

પ્રાયોજના વહિવટદાર TASP દ્વારા TMT (Machine treadmill test) મશીનની ફાળવણી કરવામાં આવી

રાજપીપલાની સિવીલ હોસ્પિટલ ખાતે પ્રાયોજના વહિવટદાર, TASP દ્વારા રૂા. ૨.૬૦ લાખના ખર્ચે TMT ની ફાળવણી કરવામાં આવતા તેને આજથી કાર્યરત કરાયું છે. જેથી રાજપીપલા શહેરી વિસ્તાર ઉપરાંત તાલુકા-ગ્રામ્યકક્ષાના લોકોની આરોગ્યની સુવિધાઓમાં વધારો થશે.

       સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તાએ જણાવ્યું હતું કે, રાજપીપલાની સિવિલ હોસ્પિટલ ખાતે  પ્રાયોજના વહિવટદાર, TASP દ્વારા રૂા. ૨.૬૦ લાખના ખર્ચે એક TMT (Machine treadmill test) ની ફાળવણી કરવામાં આવી છે. જેથી આધુનિક મેડીકલ ઉપકરણની વધુ એક સુવિધા ઉપલબધ્ધ થઇ છે. આ મશીન દ્વારા હોસ્પિટલ ખાતે આવતાં મોટી ઉંમરના દરદીઓ (૪૫ વયથી વધુ) ને છાતીમાં દુખાવો ઉપડતો હોય તેવા દરદીઓને હદયનો હુમલો આવવાની શક્યતા છે કે નહી તેની તપાસથી ખબર પડશે અને તેની સારવાર સમયસર કરવામાં સરળતા રહેશે. તેમજ દરદીઓને હદયનો હુમલો આવતાં પહેલા સારવાર ચાલુ કરી શકાશે.

વિડીયો જર્નાલિસ્ટ જ્યોતિ જગતાપ, સત્યા ટીવી રાજપીપલા

error: