Satya Tv News

સુરતના પાસોદરામાં સરા જાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરીયાના હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. એફએસએલના અધિકારીઓની અધુરી રહેલી જુબાની પુરી થતાં સરકારપક્ષનો પુરાવો પૂર્ણ થયો છે. મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે. વ્યાસે આગામી તા.29મી માર્ચના રોજ આરોપી ફેનિલના ફર્ધર સ્ટેટમેન્ટ તથા ત્યારબાદ 30મી માર્ચથી આ કેસમાં સરકારપક્ષ અને બચાવપક્ષની દલીલોનું અંતિમ સ્ટેજ હાથ ધરવામાં આવશે. ફેનિલે માનેલી બહેનને ઈન્સ્ટાગ્રામમાં ‘પેલીને મારી નાખવા’નો મેસેજ કર્યો હતો જે અંગે એફએસએલના અધિકારીની વધુ જુબાની લેવાઈ હતી.

કામરેજ-પાસોદરામાં ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડના આરોપી ફેનિલ ગોયાણી વિરુધ્ધ એફએસએલ અધિકારીની અધુરી જુબાની આગળ ધપાવાઇ હતી. મોબાઇલ વીડિયો ક્લિપ ઓરીજનલ હોવાની ગઇકાલે જુબાની અપાઇ અપાઇ હતી. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ગ્રીષ્માને ઈન્સ્ટાગ્રામ પર કરેલા મેસેજ સંદર્ભે વધુ એક એફએસએલના અધિકારીને સાક્ષી તરીકે આજે તપાસ્યા હતા. ત્યારબાદ બચાવપક્ષે બંને સાક્ષીઓની ઉલટ તપાસ હાથ ધરી હતી.

સરકારપક્ષે 190 પૈકી મહત્વના 105 સાક્ષીઓની જુબાની પૂર્ણ કરી 85 સાક્ષીઓને ડ્રોપ કરીને સરકારપક્ષના પુરાવા અંગે ક્લોઝિંગ પ્રોસેસ આપી હતી. જેથી કોર્ટે કેસની વધુ કાર્યવાહી તા.29મી માર્ચે રાખી છે. તે મુદતમાં આરોપી ફેનિલ ગોયાણીના એફ.એસ.ફર્ધર સ્ટેટમેન્ટ લેવાશે. જ્યારે 30મી માર્ચથી આ કેસની ન્યાયિક કાર્યવાહીનો અંતિમ તબક્કો હાથ ધરીને સરકારપક્ષ તથા બચાવપક્ષની દલીલો અને તેના સમર્થનમાં ઉચ્ચત્તમ અદાલતોના પ્રસ્થાપિત ચુકાદાના તારણો રજૂ કરશે.

error: