Satya Tv News

એવું કહેવામાં આવી રહ્યું છે કે શેરબજારમાં 67 લાખ રૂપિયા ડૂબી જતા યુવાને આ અંતિમ પગલું ભર્યું હતું. 25 વર્ષીય યુવકની આત્મહત્યાથી તેના પરિવાર માથે આભ તૂટી પડ્યું છે.

‘હારેલો જુગારી બમણું રામે’ આ કહેવત મહાભારતકાળથી વ્હાલી આવે છે અને અનેક વાર આપણી સામે આવી ઘટના બનતી જોવા મળે છે. ત્યારે હવે આવી જ ઘટના રાજકોટમાં બની છે. શેરબજારમાં વધારે કમાવવાની લ્હાયમાં એક યુવાને જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે બ્રહ્માની પાર્કમાં રહેતા એક 25 વર્ષીય યુવાને આપઘાત કરી લીધો છે. રોહીત ગોરધનભાઇ રૈયાણી (ઉવ.25)એ રાત્રે પોતાના રૂમમાં બારીની લોખંડની જાળીમાં સાલબાંધી ગળાફાંસો ખાઇ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શેરબજારમાં 67 લાખ રૂપિયા ડૂબી જતા યુવાને આ અંતિમ પગલું ભર્યું હતું. 25 વર્ષીય યુવકની આત્મહત્યાથી તેના પરિવાર માથે આભ તૂટી પડ્યું છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એકવાર મોટું ભંગાણ થઈ શકે છે. કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે છે. અશ્વિન કોટવાલ ખેડબ્રહ્માના ધારાસભ્ય છેય છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે. વિધાનસભાના વિપક્ષના નેતા ના બનાવતા કોટવાલ નારાજ છે. કોટવાલ છેલ્લા ઘણા સમયથી ગૃહમાં પણ ગેરહાજર રહ્યા છે. છેલ્લા 2 દિવસથી કોટવાલ કોંગ્રેસના નેતાઓના ફોન નથી ઉપાડી રહ્યા.

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી દિલ્લી પહોંચ્યા છે. હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી શકે છે. તેઓ હાઈ કમાન્ડ સાથેની મુલાકાતમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા મુદ્દે અને પ્રશાંત કિશોર અંગે પણ કરશે ચર્ચા. પરંતુ ભરતસિંહે દિલ્લીની મુલાકાતને તેમણે ઔપચારિક મુલાકાત ગણાવી છે.

ગુજરાતને વૈશ્વિક નકશા પર ચમકાવવા સરકાર વધુ એક ભેટ આપવા જઈ રહી છે. પરંપરાગત દવાઓ પર WHO નું વૈશ્વિક કેન્દ્ર રાજ્યના જામનગર ખાતે સ્થાપવામાં આવશે. આ માટે જીનીવામાં 25 માર્ચે ભારતના આયુષ વિભાગ અને WHO વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકાર વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

તેનું ઉદઘાટન 21મી એપ્રિલ 2022ના રોજ કરવામાં આવશે. ભારત આ કેન્દ્ર માટે $250 મિલિયન ખર્ચ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ WHO અને ભારત સરકાર વચ્ચેના યજમાન દેશ કરારનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે એવી આશા છે કે WHOનું નવું વૈશ્વિક કેન્દ્ર ગુજરાતમાં બની રહ્યું છે જે વિશ્વને વધુ સારા અને સસ્તું મેડિકલ સોલ્યુશન્સ પ્રદાન કરવામાં મદદરૂપ થશે.

error: