કોરોના કાળમાં સરકાર તરફથી દેશના તમામ નાગરિકોને કોરોના સંક્રમણ પ્રત્યે જાગૃત કરવા અને તેનાથી બચાવની રીતો બતાવવા માટે તમામ મોબાઈલ ફોન પર એક રિંગટોનને એક્ટિવેટ કરવામાં આવી હતી. જે હવે બંધ થવાની છે.
છેલ્લા બે વર્ષથી દેશમાં કોરોનાનો કાળખંડ ચાલી રહ્યો છે. કોરોના કાળમાં સરકાર તરફથી દેશના તમામ નાગરિકોને કોરોના સંક્રમણ પ્રત્યે જાગૃત કરવા અને તેનાથી બચાવની રીતો બતાવવા માટે તમામ મોબાઈલ ફોન પર એક રિંગટોનને એક્ટિવેટ કરવામાં આવી હતી. જે હવે બંધ થવાની છે. કોરોના પ્રત્યે જાગૃત કરનારી આ રિંગટોનને લઈને લાંબા સમયથી દૂરસંચાર વિભાગને સતત ફરિયાદોનો સામનો કરવો પડી રહ્યો હતો. જે બાદ દૂરસંચાર વિભાગે ફરિયાદોને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર લખ્યો હતો, જેમાં ગ્રાહકોને થઈ રહેલી મુશ્કેલીઓનો હવાલો આપવામાં આવ્યો હતો. પત્રમાં કહેવાયુ છે કે, લોકો પૂછી રહ્યા છે કે, આ રિંગટોન ક્યારે બંધ થશે. માહિતીના આધિકાર અંતર્ગત રિંગટોનને બંધ કરવાને લઈને સવાલો પૂછવામાં આવી રહ્યા છે.
આગળ કહેવામાં આવ્યું છે કે, દેશમાં કોરોનાના રફતાર પહેલાની સરખામણીએ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. ત્યારે આવા સમયે કોરોના સંબંધી રિંગટોનને બંધ કરી દેવી જોઈએ, જેના પર સ્વાસ્થ્ય મંત્રાલયે પણ હા પાડી દીધી છે. ગ્રાહકોને લાંબી રિંગટોનથી મુશ્કેલી થઈ રહી છે. દૂરસંચાર વિભાગને કરવામાં આવેલી ફરિયાદમાં ઈમરજન્સીના સમયે રિંગટોનના કારણએ પોતાના પ્રિયજનોનો સંપર્ક કરવામાં ખૂબ મોડુ થઈ જાય છે, એટલા માટે તેને હટાવી દેવી જોઈએ.