ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના બે દિવસ પહેલા જ શનિવારે આખો દિવસ વિજ પુરવઠો બંધ રાખતા રોષ
સવારે 8થી 6સુધી વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત છતાં સાંજે 7.30સુધી વીજ પુરવઠો બંધ રખાયો
સાડા અગિયાર કલાક વીજ પુરવઠો બન્ધ રખાતા લોકો ગરમીમા બફાયા.
સોમવારથી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે ત્યારે જ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યું છે. એવા સમયેજ બે દિવસ પહેલા શનિવારે જ દક્ષિણ ગુજરાત વીજ કંપની આખા દિવસનો વીજ પુરવઠો બંધ કરીદેતા લોકોમાં ભારે રોષ ભરાયો હતો .સવારે આઠથી સાંજના છ વાગ્યાં સુધીસાડા અગિયાર કલાકનું શટડાઉન રાખીને લોકોને પરેશાન
કરી દીધા હતા
.પશટડાઉન લોડ ટાઈમ 6વાગે પૂરો થઈ ગયો છતાં પણ જીઈબીએ 6વાગે લાઈટ ચાલુ ન કરીઅને 7:30 વાગ્યા સુધી લાઈટ આવી નહીં.દોઢ કલાક વધારે આમ પ્રજાને અંધારામાં અને ગરમીમાં શેકાવુ પડ્યું.સાંજે 7.30વાગ્યા સુધી લાઈટ ન આવતા અનેક લોકોએ અધિકારીઓને વિવિધ કચેરીઓ પર ફોન કર્યા પણ જાડી ચામડીના અધિકારીઓએ પોતાના ફોનના ઉઠાવ્યો કે કોલ ના કર્યો. જીઈબી કમ્પ્લેન નંબર પણ અનેક પ્રયત્નો કર્યા પણ કોઈએ ફોન ના ઉઠાવ્યો. પ્રજા હેરાન થતી રહી પણ લાઈટ ક્યારે આવશે તેનો કોઈ અધિકારીએ જવાબ આપવાની તસ્દી સુધ્ધાલીધી નહીં. જેને કારણે પ્રજામાં જિલ્લાના અધિકારીઓ સામે ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
ખાસ કરીને બે દિવસ પછી ધોરણ 10 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે એવા ટાઇમે વિદ્યાર્થીઓનો કીમતી સમય આખા દિવસનો બગાડી લાઈટ બંધ રાખતા વાલી વિદ્યાર્થીઓમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો હતો. મેન્ટેનન્સ ના નામે એક દિવસલાઈટ તો બંધ રાખેજ છે અને વચ્ચે વચ્ચે પણ નાના-મોટા ફોલ્ટ થાય ત્યારેપણ વીજ પુરવઠો બંધ કરી દે છે તેને કારણે લોકોને ભારે પરેશાન થવું પડેછે.
આખો દિવસ વીજપુરવઠો થાય મન થાય ત્યારે લોકોને ગરમીમાં તો બફાવું તો પડેજ છે પણ ઇન્ટરનેટ સેવા બંધ થઈ જવાથી બેંકિંગ વ્યવહારઅને કચેરીઓનોકોમ્પ્યુટર વ્યવહાર અને ઇન્ટરનેટનો વ્યવહારપણ બંધ થઇ જતાં ભારે પરેશાની ભોગવવાનો વારો આવે છે.
છ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ કરવાનો સમય આપ્યો હતો તો પછી તું દોઢ કલાક સુધી વીજ પુરવઠો બંધ રાખી પ્રજાને અંધારામાં રાખનાર જવાબદાર તંત્ર સામે કેમ કોઈ પગલાં લેતું નથીએ ચર્ચાનો વિષય બન્યો હતો.
એક મહિલા ખેલાડીએ જણાવ્યું હતું કે મારે કાલે બેડમિન્ટન ટુર્નામેન્ટ છે.. હું સ્પોર્ટસ સંકુલમા હું 5:30 ની ગઈ હતી પ્રેક્ટિસ કરવા માટે. લાઈટની રાહ જોઈ જોઈને પાછી આવી ઘરે… કેટલો બધો સમય બગડ્યો.. ત્યાં બીજા પ્લેયર પણ બહુ જ હેરાન થતાં હતાં લાઈટ વગર.
આમ વીજળી વિના અનેક લોકોને જીઈબી ના નઘરોળ તંત્રએ અનેક લોકોને મુશ્કેલીમા મૂકી દીધાહતા.
વિડીયો જર્નાલિસ્ટ જ્યોતિ જગતાપ, સત્યા ટીવી રાજપીપલા