Satya Tv News

વન રક્ષક ના પેપર લિકેજના મામલે નર્મદા જિલ્લામાંથી યુવા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવ કરવાના કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. ત્યારે વહેલી સવારે જ રાજપીપળા સફેદ ટાવર પાસે કોંગ્રેસના 30થી 35જેટલાં કાર્યકરોને પોલીસે ડીટેઈન કરી દીધા હતા. જેમાં નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અજય વસાવા, ઉપપ્રમુખ રાહુલ સોલંકી, મહામંત્રી જયેશ વસાવા, વિધાનસભા યુવા પ્રમુખ ઉપપ્રમુખનીતિન વસાવા, તથા વિધાનસભાના એસ.સી એસ.ટીના ઉપ પ્રમુખ ગૌરાંગ મકવાણા સહિત યુથ કોંગ્રેસના કાર્યકરોને પોલીસે પોલીસ વાનમાં બેસાડી ડિટેન કરી રાજપીપળા પોલીસ મથકે લઇ ગયા હતા.કાર્યક્રમ પૂરો થયા પછી બપોર પછી છુટકારો થયો હતો. જોકે ડિટેઇન કરતી વખતે કાર્યકરોએ સૂત્રોચ્ચારો કર્યા હતા.

ત્યારે બીજી તરફ વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું વન રક્ષકનું પેપર ફૂટ્યુ જ નથી. અને જો કોઈ પેપર ફૂટ્યુ હોય તો કોંગ્રેસ પુરાવા લાવે.કોંગ્રેસ યુવાનો માંમનોબળ તોડવાના પ્રયાસો કરી રહ્યું છે તેમ જણાવ્યું હતું

વિડીયો જર્નાલિસ્ટ જ્યોતિ જગતાપ, સત્યા ટીવી રાજપીપલા

error: